મધરાત્રે ગોરેગાંવમાં આઈટી પાર્ક પાછળના જંગલમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

30 November, 2022 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જંગલમાં લાગેલી ભીષણ આગમાં ડઝનબંધ વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હોવાની શક્યતા છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ગોરેગાંવ (Goregaon)ના દિંડોશીમાં આઈટી પાર્કની પાછળના જંગલ (Goregaon Fire)માં આગ લાગી હતી. આગની ઘટના ગત રાત્રિના સુમારે બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ આગ કઈ રીતે લાગી એ અંગે દિંડોશી પોલીસે (Dindoshi Police) તપાસ હાથ ધરી છે.

બળીને ખાખ થયા વૃક્ષો

જંગલમાં લાગેલી ભીષણ આગમાં ડઝનબંધ વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હોવાની શક્યતા છે. આગ એટલી ભીષણ હતી કે દૂરથી પણ સ્પષ્ટ દેખાતી હતી. અગ્નિશમન દળના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે સખત પ્રયાસ કર્યા હતા. આખરે બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

દરમિયાન, જંગલ વિસ્તાર જ્યાં આગ લાગી હતી. તે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (Sanjay Gandhi National Park)નો એક ભાગ હોવાનું કહેવાય છે. આ વિસ્તારમાં દીપડા, મોર, વાંદરા, હરણ જેવા અનેક પ્રકારના વન્યજીવો છે. આ વિસ્તારમાં ઘણા છોડ પણ છે, પરંતુ આગની આ ઘટનાને કારણે આ વન્યજીવો ખતરો બની ગયો છે.

આ પણ વાંચો: મુંબઈની એક સોસાઈટીમાં કૂતરા સાથે લિફ્ટમાં ન જતા યુવકની ધોલાઈ

mumbai mumbai news goregaon