Mumbai: લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશનમાં લાગી આગ, જુઓ વીડિયો

13 December, 2023 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lokmanya Tilak Terminus Railway Station Fire: મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી) રેલવે સ્ટેશન સાથે જોડાયેલા એ મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે સ્ટેશન પરિસરમાં સ્થિત કેન્ટિનમાં બુધવારે બપોરે આગ લાગી.

આગની ઘટનાની તસવીરોનું કૉલાજ (સૌજન્ય હિન્દી મિડ-ડે)

Lokmanya Tilak Terminus Railway Station Fire: મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી) રેલવે સ્ટેશન સાથે જોડાયેલા એ મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે સ્ટેશન પરિસરમાં સ્થિત કેન્ટિનમાં બુધવારે બપોરે આગ લાગી. આ ઘટનામાં કોઈપણ જાનહાનિના સમાચાર નથી. આગ એલટીટી સ્ટેશનના પ્લેટફૉર્મ નંબર 1 પર જન આહાર કેન્ટીનમાં લાગી છે. મધ્ય રેલવેના એક અધિકારીએ આ સમાચારની પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, દુર્ઘટનામાં કોઈના પણ ઈજાગ્રસ્ત થવાની સૂચના નથી.

ફાયર બ્રિગેડ બે વાહનોમાં કામન્યા તિલક ટર્મિનસ પહોંચી છે. તે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આગને લગતી કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા જોવા મળી રહ્યા છે. રેલ્વે સ્ટેશનની છતમાંથી નીકળતો કાળો ધુમાડો એ વાતનો પુરાવો છે કે આગ કેટલી ફેલાઈ હતી. તમે પણ જોઈ લો આ તસવીરો અને વીડિયો-

Lokmanya Tilak Terminus Railway Station Fire: લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) રેલ્વે સ્ટેશન એક ભીડભાડ વિસ્તાર છે. અહીંના સ્ટેશન પર દરરોજ હજારો લોકો ટ્રેન પકડવા માટે આવે છે. જો આ આગ વધુ મોટી હોત તો મોટી ઘટના બની શકી હોત, પરંતુ સારા સમાચાર એ છે કે આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે અંધેરી વિસ્તારમાં આગ લાગી હતી. આગ ત્રણ કારમાં લાગી હતી, જેમાંથી એક કારમાં એક વ્યક્તિ સૂતો હતો. કારમાં આગ લાગતાં વ્યક્તિ ખરાબ રીતે દાઝી ગયો હતો. હાલમાં તે વ્યક્તિ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંધેરીના મહાકાલી ગુફા રોડ વિસ્તારમાં બની હતી. જેમાંથી માત્ર બે વાહનોની ઓળખ થઈ શકી છે. પ્રથમ કારનો નંબર મારુતિ સુઝુકી વેગન આર (MH-03,CP-4780) છે અને બીજી કારનો નંબર મારુતિ સુઝુકી વેગન આર (MH-02,EH-3936) છે.

Lokmanya Tilak Terminus Railway Station Fire: નોંધનીય છે કે અંધેરી વિસ્તારમાં ત્રણ કારમાં આગ લાગી હતી. કારમાં સૂતો એક વ્યક્તિ ખુબ જ ગંભીર રીતે દાઝી ગયો છે. આ ઘટના અંધેરીના મહાકાલી ગુફા રોડ વિસ્તારમાં બની હતી. આ આગ રાત્રે 02.25 કલાકે લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. જે ત્રણ ફોર વ્હીલર વાહનો (કાર)માં આગ લાગી તેમાંથી માત્ર બેની જ ઓળખ થઈ છે, જેની વિગતો નીચે આપેલ છે.

એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

Lokmanya Tilak Terminus Railway Station Fire: નોંધનીય છે કે આ ત્રણેય વાહનો ટ્રાન્સ રેસિડેન્સી બિલ્ડિંગની સામે પાર્ક કરવામાં આવ્યા હતા. બપોરે 02.44 કલાકે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફારૂક સિદ્દીકી નામનો 45 વર્ષનો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેનું શરીર 90 ટકા જેટલું બળી ગયું છે. આ પછી તેને સારી સારવાર માટે કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

"આગ ત્રણ કાર સુધી જ સીમિત હતી. ત્રણ કારમાંથી બે મારુતિ સુઝુકી વેગન આર કાર છે. જ્યારે ત્રીજી કારનું રજીસ્ટ્રેશન જોવા મળ્યું ન હતું. ટ્રાન્સ રેસિડેન્સી બિલ્ડિંગની સામે વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા," એ નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું.

અક્સ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિની ઓળખ ફારુક સિદ્ધિકી (45) તરીકે થઈ છે. તેના શરીરનો 90 ટકા ભાગ બળી ગયો છે. તે શખ્સ ગંભીર રીતા દાઝ્યો છે. આ સાથે જ ત્રણ કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી, એમ નાગરિક સંસ્થાએ જણાવ્યું હતું.

lokmanya tilak terminus fire incident mumbai news mumbai local train train accident mumbai trains Mumbai