Mumbai Fire: ફેશન સ્ટ્રીટમાં લાગી ભીષણ આગ, દુકાનો બળીને ખાખ

05 November, 2022 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

મુંબઈની ફેશન સ્ટ્રીટ (Mumbai Feshion Street Fire)માં ભીષણ આગ લાગી હતી. મુંબઈની ફેશન સ્ટ્રીટ રેડીમેડ કપડા માટેનું પ્રખ્યાત બજાર છે. આવી જ એક કપડાની દુકાનમાંથી 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ઘણી દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ 15 થી 20 દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.

શનિ-રવિને કારણે બજારમાં ભીડ જામી હતી અને ભારે ધમાલ જોવા મળી હતી. આવી સ્થિતિમાં આગના કારણે અનેક લોકો ગભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અધિકારીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મેટ્રો સિનેમા પાસે આ ફેશન સ્ટ્રીટ છે જે ફેશનેબલ કપડા માટે પ્રખ્યાત છે. અહીં કપડાંની સોથી વધુ દુકાનો છે. આગની જ્વાળાઓ ઘણી ઊંચાઈએથી દેખાઈ રહી હતી. ફેશન સ્ટ્રીટ ઉપર ધુમાડો ઉછળતો જોઈ શકાતો હતો.

જેના કારણે થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગ ઝડપથી પ્રસરવાનું કારણ અહીંની દુકાનો એકબીજાને અડીને આવેલી છે. કપડાની દુકાનો હોવાને કારણે તે વધુ ઝડપથી ફેલાઈ હતી. આગ ઝડપથી પ્રસરી જવાને કારણે સ્થાનિક પ્રશાસને તાત્કાલિક ત્યાં હાજર લોકોને હટાવીને સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો. તેથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

કોઈએ જીવ ગુમાવ્યો નથી, પરંતુ ભારે આર્થિક નુકસાન થયું છે
પરંતુ આગમાં 15 થી 20 દુકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા આર્થિક નુકશાન ઘણું થયું છે. ફાયર બ્રિગેડના જવાનોને આગ ઓલવવામાં સફળતા મળી છે. આગની માહિતી મળતા જ પોલીસની ટીમ અને BMCના કર્મચારીઓ અને અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ કાબુમાં આવ્યા બાદ જે દુકાનોમાં આગ પહોંચી નથી તે દુકાનદારો તેમના કપડા પેક કરી રહ્યા છે.

mumbai news mumbai fashion churchgate