ડોમ્બિવલીમાં ભેળસેળવાળું ૫૦૦ લીટર દૂધ ઝડપાયું

12 September, 2026 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દૂધનો પુરવઠો અને વેચાણ કરનાર વ્યક્તિ પાસે માન્ય લાઇસન્સ પણ નહોતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‌મિ‌નિસ્ટ્રેશન (FDA) દ્વારા ડોમ્બિવલી-વેસ્ટના ભોઈરવાડી વિસ્તારમાં દરોડો પાડીને ૫૦૦ લીટર ભેળસેળવાળું દૂધ જપ્ત કરીને એનો નાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરી દરમ્યાન માલૂમ પડ્યું હતું કે આ દૂધ સાંગલીથી લાવવામાં આવ્યું હતું અને કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારની વિવિધ ડેરીઓ મારફત ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે દૂધનો પુરવઠો અને વેચાણ કરનાર વ્યક્તિ પાસે માન્ય લાઇસન્સ પણ નહોતું.

FDAના અધિકારીના જણાવ્યા મુજબ જાહેર આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ શંકાસ્પદ જથ્થાનો તરત નાશ કરવામાં આવ્યો છે જેથી એ બજારમાં ન પહોંચે. આ દૂધમાં કયા પ્રકારના પદાર્થોની મિલાવટ કરવામાં આવી હતી એની લૅબોરેટરી તપાસ ચાલી રહી છે. 

food and drug administration dombivli kalyan mumbai mumbai news