21 July, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભિવંડીના કાસિમપુરમાં એક ગોડાઉનમાંથી ભેળસેળવાળું બનાવટી બટર પકડાયું હતું. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) અને લોકલ પોલીસે મળીને હાથ ધરેલા આ ઑપરેશનમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શાંતિનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક ગાયકવાડે જણાવ્યું હતું કે ‘પોલીસને મળેલી બાતમીના આધારે શુક્રવારે FDA અને પોલીસે ગોડાઉન પર રેઇડ પાડી હતી જ્યાં ભેળસેળયુક્ત બટર બનાવીને પ્રખ્યાત કંપનીના લેબલ સાથે એને પૅક કરવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યાંથી ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમ જ બનાવટી બટર સહિત ૧.૧૩ લાખ રૂપિયાની વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. બનાવટી બટર બનાવવા અને વેચવા માટે ઉપયોગમાં લેવાયેલા ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે. આરોપીઓ સામે કેસ નોંધીને નકલી બટર બનાવનારા અને વેચનારાઓની ખૂટતી કડીઓ મેળવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.