એકાએક તૂટ્યો ઓલા સ્કૂટરનો આ ભાગ, મહિલા ડ્રાઈવર ICUમાં દાખલ! શું છે ખરાબી?

26 January, 2023 07:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માલિકે દાવો કર્યો કે મેકેનિઝ્મમાં ખરાબીને કારણે આ અકસ્માત થયો છે. આ અકસ્માત થયો ત્યારે સ્કૂટરની સ્પીડ માત્ર 35 કિમી પ્રતિ કલાકની હતી.

પ્રતીકાત્મક તસવીર

ભલે ઓલાના (Ola) વેચાણમાં વધારો નોંધવામાં આવતો હોય, પણ ઓલા સ્કૂટરના સૉફ્ટવેર અને હાર્ડવેરમાં અનેક મુશ્કેલીઓ સામે જોવા મળી રહી છે. ઓલા સ્કૂટરમાં એક પાર્ટ તૂટવાથી એક મહિલા ડ્રાઇવર ICUમાં દાખલ છે.

ભલે ઓલાએ વેચાણમાં વદ્ધિ નોંધાવી હોય, પણ ઓલા સ્કૂટરના સૉફ્ટવેર તેમજ હાર્ડવેરમાં અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. તાજેતરમાં ઓલા S1 Proસાથે જોડાયેલી એક ઘટનામાં ફ્રન્ટ ફૉર્ક સસ્પેન્શન તૂટી જતા રાઇડરને ગંભીર ઈજા થઈ. માલિકે દાવો કર્યો કે મેકેનિઝ્મમાં ખરાબીને કારણે આ અકસ્માત થયો છે. આ અકસ્માત થયો ત્યારે સ્કૂટરની સ્પીડ માત્ર 35 કિમી પ્રતિ કલાકની હતી. જો કે, ઓલાની પ્રારંભિક તપાસ પ્રમાણે આ દાવો કરવામાં આવ્યો છે કે ઘટના હકિકતે હાઈ-ઇમ્પેક્ટ રોડ એક્સિડેન્ટમાં ઇન્વૉલ્વ્ડ હતી. જણાવવાનું કે આ પહેલીવાર નહોતું, આ પહેલા પણ અનેક અન્ય ગ્રાહકોએ ફ્રન્ટ ફોર્ક્સના તૂટવાના કેસની સૂચના આપી છે. જો કે, પહેલાના કેસમાં કોઈ મોટી દુર્ઘટના થઈ નહોતી.

આ અકસ્માત બાદ આ મામલે ઓલાનું અધિકારિક નિવેદન આવ્યું છે. આ અકસ્માતમાં રાઈડરને જીવલેણ ઈજા થઈ હતી અને તેને આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે ઑફિશિયલ નિવેદનમાં ઓલાએ કહ્યું કે, તેમણે અકસ્માતમાં સામેલ રાઇડરના પરિવારને બધી જરૂરી મદદ આપી છે. ઓલાએ એ પણ જણાવ્યું કે રાઇડર સેફ છે અને રિકવર થઈ રહ્યા છે. જો કે, અકસ્માતના થોડાક દિવસ સ્કૂટર માલિકે તેની મદદ માટે ઓલાનો આભાર માન્યો છે.

આ પણ વાંચો : Gadar 2નો ફર્સ્ટ લૂક જાહેર, પોસ્ટર શૅર કરી સની દેઓલે લખ્યું- હિંદુસ્તાન ઝિંદાબાદ

ઓલાએ સ્કૂટર ટેસ્ટિંગ મામલે શું કહ્યું?
ઘટના વિશે વાત કરતા ઓલાએ કહ્યું કે વ્હીકલ સેફ્ટી અને ક્વૉલિટી સ્ટેન્ડર્ડ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ટૉપ-સ્પેક ઓલા S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટરમાં દરેક પહેલુઓમાં ઉચ્ચતમ ગુણવત્તા માનક છે. ઓલાએ કહ્યું કે સ્કૂટરનું ટેસ્ટિંગ પડકારજનક વિસ્તારો અને દરેક મોસમની સ્થિતિઓમાં કરવામાં આવ્યું છે. સ્કૂટરનું 5 મિલિયન કિલોમીટરથી વધારે હાર્ડનેસ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રસ્તા પર ઓલાના 1.5 લાખથી વધારે સ્કૂટર છે અને આમાંથી કેટલાકમાં જ ફ્રન્ટ ફોર્કની સમસ્યા હતી. ઓલાનું કહેવું છે કે ફ્રન્ટ ફોર્ક આર્મનું ટેસ્ટિંગ લોડ સાથે કરવામાં આવ્યું, જે સામાન્ય સ્કૂટરોથી 80 ટકાથી વધારે છે.

 

Mumbai mumbai news national news ola