મહારાષ્ટ્રની સાત લોકસભા બેઠકો માટે ૫૫.૭૮ ટકા મતદાન થયું

12 April, 2019 11:20 AM IST  | 

મહારાષ્ટ્રની સાત લોકસભા બેઠકો માટે ૫૫.૭૮ ટકા મતદાન થયું

CM દેવેન્દ્ર ફડણવીસનો જન્મદિવસ

ગઈ કાલે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્રની સાત બેઠકો પર સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૫૫.૭૮ ટકા મતદાન નોંધાયું હતું. ગઈ કાલના મતદાનમાં જે અગ્રણી નેતાઓના ભાવિ ચ્સ્પ્માં કેદ થયા એમાં ભાજપના કેન્દ્રના પ્રધાનો નીતિન ગડકરી (નાગપુર) અને હંસરાજ અહિર (ચંદ્રપુર)નો સમાવેશ છે. ગઈકાલે પ્રથમ તબક્કામાં મતદાન કરનારા મહાનુભાવોમાં નાગપુરમાં ય્લ્લ્ના પ્રમુખ મોહન ભાગવત અને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભંડારા-ગોંદિયામાં ફ્ઘ્ભ્ના નેતા પ્રફુલ્લ પટેલનો સમાવેશ છે.

એક વખતમાં કૉન્ગ્રેસનો ગઢ ગણાતી વિદર્ભની એ સાત બેઠકો પર ૧૧૬ ઉમેદવારો મેદાનમાં હતા. નક્સલગ્રસ્ત ગઢચિરોલી-ચિમુર લોકસભા બેઠકના ક્ષેત્રમાં ૬૧.૩૩ ટકા, ભંડારા-ગોંદિયા મતક્ષેત્રમાં ૬૦.૫૦ ટકા, ચંદ્રપુરમાં ૫૫.૯૭ ટકા, વર્ધામાં ૫૫.૩૬ ટકા, યવતમાળ-વાશિમમાં ૫૩.૯૭ ટકા, નાગપુરમાં ૫૩.૧૩ ટકા અને રામટેકમાં ૫૧.૭૨ ટકા મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચોઃ ચૂંટણી 2019: આ રીતે કરો વોટ, ધ્યાનમાં રાખો આ મહત્વની બાબતો

ગોંદિયા જિલ્લામાં વીવીપેટ મશીન્સ બંધ પડતાં તાત્કાલિક બદલવામાં આવ્યાં હતાં. યવતમાળ મતવિસ્તારમાં એક ચ્સ્પ્ બંધ પડતાં ભાજપ-શિવસેનાનાં ઉમેદવાર ભાવના ગવળીએ મતદાનની સમયમર્યાદા લંબાવવાની માગણી કરી હતી.

Election 2019 devendra fadnavis Lok Sabha maharashtra nitin gadkari