એકનાથ શિંદેને મળ્યો ડિસ્ચાર્જ, તબિયત બગાડતાં થાણેની હૉસ્પિટલમાં હતા દાખલ

03 December, 2024 04:10 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Eknath Shinde Hospitalized: છેલ્લા ચાર દિવસથી બિમાર એકનાથ શિંદેને સારવાર માટે થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયતમાં ખાસ સુધારો ન હોવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એકનાથ શિંદે (તસવીર: એજન્સી)

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ નવા મુખ્ય પ્રધાનના (Eknath Shinde Hospitalized) પદ માટેના નામની જાહેરાત પહેલા જ શિવસેનાના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયત અચાનક બગડી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી બિમાર એકનાથ શિંદેને સારવાર માટે થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયતમાં ખાસ સુધારો ન હોવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, મળેલી માહિતી મુજબ, તેમની સ્થિતિ હાલમાં સ્થિર હોવાનું જણાય છે અને ડૉકટરો તેમની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.

સૂત્રોએ આપેલી માહિતી મુજબ, રાજ્યના પૂર્વ સીએમ એકનાથ શિંદેના (Eknath Shinde Hospitalized) શરીરમાં શ્વેત રક્તકણો ઘટી રહ્યા છે, જેના કારણે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો નથી. શ્વેત રક્ત કોશિકાઓ શરીરની રોગપ્રતિકારક શક્તિનો ભાગ છે, અને તેમની ઉણપ શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે, જે વ્યક્તિને ચેપ માટે સંવેદનશીલ બનાવે છે. સીએમ શિંદેની તબિયત હજી પણ નાજુક છે અને હવે તેમને સંપૂર્ણ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એવી માહિતી મળી રહી છે.

રાજ્યમાં ચાલી રહેલી આ સ્થિતિને કારણે, રાજકારણમાં તેમની સક્રિયતાને અસર થઈ શકે છે, ખાસ કરીને જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના (Eknath Shinde Hospitalized) નામની જાહેરાતને લઈને ચર્ચાઓ વધી રહી છે. એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં વરિષ્ઠ મંત્રી તેમજ શિવસેનાના અગ્રણી નેતાઓમાંના એક છે. આ સમયે તેમની તબિયતની સ્થિતિ તેમના રાજકીય ભવિષ્ય પર પણ અસર કરી શકે છે, પરંતુ હાલમાં તેઓ સારવાર હેઠળ છે અને ડૉક્ટર દ્વારા તેમની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.

એકનાથ શિંદેના સમર્થકોમાં ચિંતાનું વાતાવરણ છે, પરંતુ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત ધીરે ધીરે કરીને સુધરી રહી છે. જ્યારથી તેમને હૉસ્પિટલમાં (Eknath Shinde Hospitalized) દાખલ કરવામાં આવ્યા છે ત્યારથી તેમના પરિવારજનો અને નજીકના સહયોગીઓ પણ હૉસ્પિટલમાં હાજર છે. આ સિવાય અન્ય રાજકીય નેતાઓ પણ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયતની માહિતી મેળવવા હૉસ્પિટલ પહોંચ્યા છે. દરમિયાન, શિંદેના સ્વાસ્થ્યને લઈને મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે, જોકે હજુ સુધી કોઈ નવી માહિતી સામે આવી નથી. હાલ તબીબોની ટીમ તેની તબિયત સુધારવા માટે સતત દેખરેખ રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના નવા સીએમના લઈને ચર્ચા વચ્ચે અજિત પવાર (Eknath Shinde Hospitalized) દિલ્હી ગયા છે અને થોડા દિવસ પહેલા એકનાથ શિંદે દિલ્હીથી તેમના ગામ જવા માટે રવાના થયા હતા. આ દરમિયાન પણ તેમની તબિયત ખરાબ હોવાની ચર્ચા હતી, પણ હવે તેમની તબિયત વધુ બગાડતાં આ પાંચ તારીખે આઝાદ મેદાનમાં નવી સરકાર શપથગ્રહણ સમારોહનું શું થશે તેવી ચર્ચા શરૂ થઈ છે.

eknath shinde shiv sena thane maha yuti bharatiya janata party devendra fadnavis maharashtra assembly election 2024