નાલાસોપારાના લૉક-અપમાં બંધ નવ કાચા કેદીઓને ખોરાકી ઝેરની અસર

09 February, 2023 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાલાસોપારાના પોલીસ લૉક-અપમાં બંધ નવ કાચા કેદીઓને ખોરાકી ઝેરની અસર થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : નાલાસોપારાના પોલીસ લૉક-અપમાં બંધ નવ કાચા કેદીઓને ખોરાકી ઝેરની અસર થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાલાસોપારા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિલાસ સુપેએ કહ્યું હતું કે ‘મંગળવારે બપોરે બે વાગ્યે એ કેદીઓને જમવાનું આપવામાં આવ્યું હતું. એ ખાધા પછી તેમના તરફથી શારીરિક તકલીફની ફરિયાદો આવવી શરૂ થઈ ગઈ હતી. કેટલાક કેદીઓએ મોળ ચડવાની ફરિયાદ કરી હતી, જ્યારે કેટલાકને ઊલટીઓ થવા માંડી હતી. તેમને સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. તરત ટ્રીટમેન્ટ મળી જવાને કારણે તેમને કોઈ જોખમ ન હોવાનું અને તેમની હાલત સ્ટેબલ હોવાનું હૉસ્પિટલ દ્વારા જણાવાયું હતું. તેમને જે જમવાનું આપવામાં આવ્યું હતું એનાં સૅમ્પલ ચકાસણી માટે લૅબમાં મોકલવામાં આવ્યાં છે.’ 

mumbai mumbai news nalasopara