બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ફટાકડાના ગેરકાયદે સ્ટૉલ્સ આપે છે આફતને આમંત્રણ

29 October, 2024 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ લોકો કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર આ ધંધો કરી રહ્યા છે

કાંદિવલીનું દ્રશ્ય

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને પોલીસે એવી જાહેરાત કરી છે કે તેઓ રસ્તા પર લાઇસન્સ વિના ગેરકાયદે ધંધો કરી રહેલા ફટાકડાના સ્ટૉલ વિરુદ્ધ કાર્યવાહી કરશે, પણ હકીકત કંઈક જુદી જ છે. કાંદિવલીના મહાવીરનગર સહિત આખા શહેરમાં બિલાડીના ટોપની જેમ ફટાકડાના સ્ટૉલ્સ ફૂટી નીકળ્યા છે અને આ લોકો કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર આ ધંધો કરી રહ્યા છે. જો કોઈ સળગતો ફટાકડો ઊડીને આવા જ કોઈ સ્ટૉલમાં જાય તો શું હાલ થાય એનો વિચારમાત્ર ડરામણો હોવા છતાં પ્રશાસન આંખ આડા કાન કરીને બેઠું છે. 

diwali festivals brihanmumbai municipal corporation mumbai mumbai news