04 August, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
પુણેના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ઘૂસેલી દાદાગીરીથી શહેરના વિકાસમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટોને અહીંનો ધંધો બંધ કરી દેવાની ઇચ્છા થાય એવી દાદાગીરી ચાલી રહી છે એમ ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું કે ‘રોકાણકારો પર એવું દબાણ કરવામાં આવે છે કે અમારા જ માણસોને કામ આપો, અમને જ કૉન્ટ્રૅક્ટ મળવો જોઈએ, અમે જે રેટ કહીએ એ રેટ આપવા જ પડશે. આના કારણે એ ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કે જેણે અહીં રોકાણ કર્યું છે એ નિર્ણય લઈ શકતો નથી કે તેને માલનું ઉત્પાદન કરવું પરવડશે કે નહીં. પુણેના ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં રાજકીય દાદાગીરી જોવા મળે છે. વિવિધ પક્ષના લોકો પક્ષનું નામ લઈને દાદાગીરી કરતા હોય છે. જો આ જ રીતે ચાલતું રહ્યું તો તેઓ સર્વાઇવ નહીં કરી શકે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા પણ નહીં કરી શકે. આ દાદાગીરી તોડી પાડવા જે કોઈ પણ મદદ કરશે એનું સ્વાગત છે.’