આ વર્ષે બે લાખ ગોવિંદાઓને વીમો આપવાના પ્રસ્તાવ પર ઝડપી કાર્યવાહીનો નિર્દેશ

30 July, 2026 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માનવ- પિરામિડ દરમ્યાન થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને આ વીમાપ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે એકનાથ શિંદે દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.

એકનાથ શિંદે

આગામી દહીહંડી ઉત્સવને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના અંદાજે બે લાખ ગોવિંદાઓને ઇન્શ્યૉરન્સ કવર પૂરું પાડવાના પ્રસ્તાવ પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

યુવા સેનાના કાર્યકારી અધ્યક્ષ પૂર્વેશ પ્રતાપ સરનાઈકે નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખીને આ વર્ષના ઉત્સવ દરમ્યાન વધુમાં વધુ ગોવિંદાઓને આવરી લેવા માટે વીમાયોજનાનો વ્યાપ વધારવાની રજૂઆત કરી હતી, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગોવિંદાઓની સુરક્ષા અને માનવ- પિરામિડ દરમ્યાન થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને આ વીમાપ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે એકનાથ શિંદે દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.

mumbai news mumbai pratap sarnaik eknath shinde dahi handi maharashtra government maharashtra news maharashtra