સાઇબર ક્રાઇમ : નકલી હૉલિડે બુકિંગ વેબસાઇટ બનાવી મુંબઈના યુવકે મહિલા સાથે કરી 90,000 રૂપિયાની છેતરપિંડી

01 September, 2023 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાઇબર ક્રાઇમ : નકલી હૉલિડે બુકિંગ વેબસાઇટ બનાવી મુંબઈના યુવકે મહિલા સાથે કરી 90,000 રૂપિયાની છેતરપિંડી મુંબઈ પોલીસે 23 વર્ષીય આકાશ વાધવાનીને નકલી લક્ઝરી વિલા અને બંગલાનું ઑનલાઈન બુકિંગ ઑફર કરીને લોકોને છેતરવા બદલ ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

સાઇબર ક્રાઇમ : હૉલિડે વિલા અને બંગલા ઑનલાઈન બુક કરાવવા માગતા લોકોને છેતરવા બદલ મુંબઈ પોલીસે 23 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે બુધવારે આરોપીને ઝડપ્યો હતો. આકાશ વાધવાણી નામની આ વ્યક્તિ મુંબઈના ઘાટકોપરમાં રહે છે. પકડાઈ ન જાય તે માટે તે યુવક ઘણીવાર ફેન્સી હૉટલોમાં છુપાઈ જતો. પીટી.આઈના અહેવાલ મુજબ, તેના પર લગભગ 20 વખત આવી રીતે લોકો ને છેતરવાનો આરોપ છે.

આરોપીએ લોકોને વિશ્વાસ અપાવ્યો કે તે તેમના માટે ઑનલાઈન લક્ઝરી વિલા અને બંગલા બુક કરાવી શકે છે, પરંતુ તેણે તેમના પૈસા લીધા અને તેણે જે વચન આપ્યું હતું તે પૂરું કર્યું ન હતું. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સ્થિત એક કંપનીમાં કામ કરતી મહિલાની ફરિયાદને પગલે પોલીસે તેની ધરપકડ કરી હતી. તે મહિલાએ કહ્યું કે તેણે 90,000 રૂપિયા ગુમાવ્યા હતા. તેણે વેકેશન માટે સુંદર દરિયાકાંઠાના શહેર અલીબાગમાં વિલા બુક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને `vistarastays.com` નામની વેબસાઇટ મળી જે આ વિલય ઑફર કરતી હોય તેવું લાગતું હતું. જ્યારે તેણે વેબસાઇટ પર લોકો સાથે વાત કરી, ત્યારે સામેથી તેને વિલા બુક કરવા માટે 90,000 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. મહિલાએ બૂકિંગ કરું, પરંતુ જ્યારે વેકેશન પર જવાનો સમય આવ્યો, ત્યારે તે તેમનો સંપર્ક કરી શકી ન હતી. ત્યાર બાદ મહિલાને સમજાયું કે ટે સાયબર છેતરપિંડી (Cyber Crime)નો ભોગ બની છે.

આજકાલ મુંબઈમાં આવા ઘણા ફ્રોડના બનાવો બને છે, જેમાં ઑનલાઇન શોપિંગ ફ્રોડ, મેટ્રિમોનિયલ ફ્રોડ, લોન એપ ફ્રોડ, કસ્ટમ ગિફ્ટ ફ્રોડ, હેકિંગ, ઈમેલ ફ્રોડ, કરીપ્ટો કરન્સી ફ્રોડ જેવા ફ્રોડ સાયબર ફ્રોડ સામેલ છે. પોલીસ કમિશનર વિવેક ફણસાલકરે જણાવ્યું હતું, “મુંબઈ પોલીસ સક્રિયપણે આ ગુનાઓનો સામનો કરવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે કામ કરી રહી છે, જેથી તેઓ આવા કૌભાંડોનો ભોગ ન બને.” જાન્યુઆરીથી મે 2023 વચ્ચે નોંધાયેલા કેસોની સંખ્યા૧૯૦૯ છે. આવા ગુના અને છેતરપિંડીથી બચવા માટે મુંબઈ પોલીસ દ્વારા અવેરનેસ ગાઈડલાઇંસ આપવામાં આવી છે જે આ મુજબ છે :

•    કોઈ પણ અજાણી વેબસાઇટ પર પોતાની માહિતી શેર ન કરવી 
•    કોઈ અજાણી લિંક્સ પણ મોબાઈલમાં આવે તો ન ખોલવી 
•    બૅન્ક ડિટેલ્સ અને આઇ ડી પ્રૂફ શેર ન કરવા 
•    કોઈ પણ વેબસાઇટ ઉપર પેમેન્ટ કરતાં પેહલા તે વેબસાઇટ વિશે માહિતી મેળવવી
•    છેતરપિંડીની ઘટના બને તો સૌપ્રથમ પોલીસનો સંપર્ક કરવો

cyber crime mumbai police mumbai news Crime News crime branch mumbai crime news mumbai crime branch