અમેરિકન નાગરિકોને વાયેગ્રા, શિલાજિત વેચતા સાકીનાકાના કૉલ સેન્ટર પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો, ૭ જણની ધરપકડ કરાઈ

03 February, 2025 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંધેરી-ઈસ્ટમાં સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક ગેરકાયદે ચાલતા એક કૉલ સેન્ટરમાં શનિવારે સાંજે ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧૦ની ટીમે છાપો મારીને ૭ લોકોની ધરપકડ કરી હતી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અંધેરી-ઈસ્ટમાં સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક ગેરકાયદે ચાલતા એક કૉલ સેન્ટરમાં શનિવારે સાંજે ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧૦ની ટીમે છાપો મારીને ૭ લોકોની ધરપકડ કરી હતી જેમાંના મોટા ભાગના આરોપી ટીનેજર હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આરોપીઓ અમેરિકન નાગરિકોને વાયેગ્રા, શિલાજિત સહિતની દવાઓ લાઇસન્સ અને પ્રિસ્ક્રિપ્શન વિના વેચવા કૉલ સેન્ટર ચલાવતા હતા. એટલું જ નહીં, દેશ બહાર વાત કરવા માટે તેમણે ગેરકાયદે વિવિધ સિસ્ટમ પણ ઊભી કરી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. કોઈ પણ તાલીમ વિના ખોટાં નામોથી અમેરિકન નાગરિકોને ફોન કરી વિવિધ નકલી ફાર્મા કંપનીઓના પ્રતિનિધિ હોવાનો દાવો આરોપી કરતા હતા.

mumbai andheri sakinaka crime news mumbai news mumbai crime news mumbai crime branch news