`રેડ લાઈટ એરિયા કિધર હૈ`, ઑટોવાળાને પૂછતાં જ UPથી મુંબઈ આવેલ કપલની થઈ ધરપકડ

22 May, 2023 09:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં (Mumbai) તિલક નગર (Tilak Nagar) પોલીસે એક કપલની ધરપકડ કરી છે. આ યૂપીના આઝમગઢથી 18 વર્ષની છોકરીને લઈને મુંબઈના એક વેશ્યાલયમાં વેચવા પહોંચ્યું હતું. બન્નેની ધરપકડ બાદ પોલીસે પીડિત છોકરીના પરિવારજનોને સૂચના આપી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં (Mumbai) તિલક નગર (Tilak Nagar) પોલીસે એક કપલની ધરપકડ કરી છે. આ યૂપીના આઝમગઢથી 18 વર્ષની છોકરીને લઈને મુંબઈના એક વેશ્યાલયમાં વેચવા પહોંચ્યું હતું. બન્નેની ધરપકડ બાદ પોલીસે પીડિત છોકરીના પરિવારજનોને સૂચના આપી હતી. સાથે જ તેને મહિલા સુધાર ગૃહમાં મોકલવામાં આવી. હવે પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે આ કપલે અત્યાર સુધી કેટલીય છોકરીઓ સાથે આવી ઘટનાઓને અંજામ આપ્યો છે. આરોપીઓની ઓળખ આંચલ શર્મા (20) અને અમન શર્મા(21) તરીકે થઈ છે. બન્ને યૂપીમાં આઝમગઢના ખાલિસપુર ગામના રહેવાસી છે.

પોલીસ પ્રમાણે, લગભગ એક વર્ષ પહેલા અમન શર્મા છોકરીને આઝમગઢમાં મળ્યો હતો. પોતાને કુંવારો જણાવીને અને લગ્નના ખોટા વાયદા આપીને એક વર્ષ સુધી પ્રેમ પ્રકરણનું નાટક કર્યું. ત્યાર બાદ તેના ઘરેથી ભાગવા અને મુંબઈમાં લગ્ન કરવાની વાત કહી. તેની વાતો પર વિશ્વાસ કરીને વધું પ્રેમ પામવા માટે છોકરી 18 મેના તેની સાથે મુંબઈ માટે નીકળી પડી.

પત્નીને ભાભી કહેતા કહ્યું, આશીર્વાદ આપવા માટે સાથે આવી રહી છે
રસ્તામાં ટ્રેનની અંદર જ્યારે તેને સાથે એક મહિલાને જોઈ તો તેને પૂછ્યું આ કોણ છે. આ મામલે તેણે પોતાની પત્નીને ભાભી જણાવતા કહ્યું કે તે આશીર્વાદ આપવા માટે સાથી આવી રહી છે. આ રીતે 20મેના રોજ ત્રણેય મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ રેલવે સ્ટેશન પર પહોંચી ગયા.

ઑટો રિક્શા ડ્રાઈવરને પૂછ્યું- આસપાસ રેડ લાઈટ એરિયા કિધર હૈ
અહીં અમને બન્નેને કહ્યું કે સ્ટેશન પર જ ફ્રેશ થઈ જાઓ. ત્યાર બાદ તે બહાર ગયો અને ત્યાં ઊભેલા એક રિક્શા ડ્રાઈવરને પૂછ્યું કે આસપાસ રેડ લાઈટ એરિયા (વેશ્યાવાડો) ક્યાં છે. સાથે જ જણાવ્યું કે એક છોકરીને 40 હજાર રૂપિયામાં વેચવી છે. જેવી તેણે આ વાત કહી, રિક્શા ડ્રાઈવરે તક ઝડપતા જ તિલક નગર પોલીસનો સંપર્ક કર્યો અને આખી કથા કહી સંભળાવી.

આ પણ વાંચો : થાણેના મકાનમાં લાગી આગ: બે બાળકો સહિત ચાર ઘાયલ, જુઓ તસવીરો

આ મામલે વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સુનીલ કાલે અને પોલીસ નિરીક્ષક (ક્રાઈમ) વિલાસ રાઠોડે સબ ઈન્સ્પેક્ટર બબન હરલને ઘટનાસ્થળે મોકલ્યા, જે પતિ-પત્ની અને છોકરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પૂછપરછ કરી. ત્યાર બાદ છોકરીના નિવેદનના આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ કિડનેપિંગ અને માનવ તસ્કરીના આરોપમાં કેસ નોંધ્યો. તો, ઝોન-6ના ડીસીપી હેમરાજ સિંહ રાજપૂતે કહ્યું કે કેસમાં આગળની તપાસ કરવામાં આવી રહી છે.

Mumbai mumbai news Crime News mumbai crime news sexual crime uttar pradesh