કોરોના વાઈરસનો ઈફેક્ટ : સિદ્ધિવિનાયક દર્શનાર્થીઓ માટે બંધ

17 March, 2020 07:32 AM IST  |  Mumbai | Agencies

કોરોના વાઈરસનો ઈફેક્ટ : સિદ્ધિવિનાયક દર્શનાર્થીઓ માટે બંધ

સિદ્ધિવિનાયક મંદિર

મુંબઈના પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરની રોજ હજારોની સંખ્યામાં ભક્તો મુલાકાત લેતા હોય છે. હાલમાં જ્યારે કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે ભક્તો એના સંસર્ગમાં ન આવે એ માટે ખબરદારીના ઉપાય તરીકે સોમવારથી શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ન્યાસ દ્વારા ગણપતિનાં દર્શન પર બંધી મૂકવામાં આવી છે. આગળની સૂચનાઓ ન મળે ત્યાં સુધી દર્શન બંધ રહેશે. એ જ પ્રમાણે ઓસ્માનાબાદ જિલ્લાના તુળજાભવાની મંદિરમાં પણ માતાજીનાં દર્શન પર હાલમાં ૩૧ માર્ચ સુધી રોક લગાવી દેવાઈ છે.

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ન્યાસના ચૅરમૅન આદેશ બાંદેકરે આ વિશે કહ્યું હતું કે ‘હજારો ભક્તો રોજ દર્શન માટે આવતાં હોય છે. મંગળવારે આ સંખ્યા બહુ જ વધી જાય છે. હાલમાં જ્યારે સરકારે કોરોનાનો ફેલાવો વધુ ન થાય એ માટે ગિરદીવાળી જગ્યાએ જવાનું ટાળવા લોકોને આહવાન કર્યું છે ત્યારે એના અનુસંધાને આ નિર્ણય લેવાયો છે. એમ છતાં જે લોકો તેમના બીમાર સગાંસંબંધી માટે ન્યાસ પાસેથી આર્થિક મદદ મેળવવા માગતા હોય તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે. ન્યાસનો ઍડ્મિન વિભાગ તેમને મદદ કરવા ખૂલ્લો રહેશે.’

આ પણ વાંચો : મુંબઈ : શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ

કોરોનાનો કેર હોવા છતાં તુળજાભવાની મંદિરમાં રવિવારે ૧૩,૦૦૦ ભક્તોએ માતાજીનાં દર્શનનો લહાવો લીધો હતો. આ વિશે વધુ માહિતી આપતાં તુળજાભવાની ટ્રસ્ટના સહાયક પ્રવક્તા નાગેશ શતોળેએ કહ્યું હતું કે ‘મૅનેજમેન્ટ કમિટીની બેઠક ગઈ કાલે મળી હતી જેમાં મંગળવાર ૧૭ માર્ચથી ૩૧ માર્ચ સુધી દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.’

mumbai mumbai news coronavirus siddhivinayak temple