દહિસરના સ્લમમાં 15 દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં

29 July, 2020 07:28 AM IST  |  Mumbai | Pallavi Smart

દહિસરના સ્લમમાં 15 દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં

રહેવાસીઓ

દહિસર (વેસ્ટ)ના ગીચ એવા ગણપત પાટીલનગરમાં પહેલાં રોજના પાંચથી છ કેસ નોંધાતા હતા પણ ત્યાર બાદ સતતના પ્રયાસો લેવાયા અને ડોર-ટુ-ડોર સર્વે પણ કરાયો અને ૧૫ દિવસ કમ્પ્લીટ લૉકડાઉન કરાયા બાદ હવે પરિસ્થિતિમાં ઘણો જ સુધારો જણાયો છે. છેલ્લા પંદર દિવસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એથી હવે મેઇન લિન્ક રોડ પણ ખોલી દેવાયો છે. જોકે એમ છતાં કોરોના ફરી ઊથલો ન મારે એ માટે હજી આખા વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોનના નિયમોનું પાલન ચાલુ જ છે.

આર-નૉર્થના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરે કહ્યું હતું કે ‘દહિસરની આ સૌથી મોટી ગીચ ઝૂંપડપટ્ટીમાં ૧૦,૦૦૦ પરિવાર અંદાજે ૫૦,૦૦૦ લોકો વસવાટ કરે છે. ે આ મુંબઈની પહેલી ઝૂંપડપટ્ટી હતી જ્યાં પહેલી વાર સેરો સર્વે કરાયો હતો. ત્યાંના રહેવાસીઓએ પણ અમને બહુ જ સહકાર આપ્યો હતો’

આ પણ વાંચો : કૅનન પાંઉભાજીમાંથી 100 કિલો માખણ અને ચીઝની ચોરી

મુંબઈ મહાનગરપાલિકાના આર-નૉર્થનાં વૉર્ડ-ઑફિસર સંધ્યા નાંદેડકરે કહ્યું હતું કે ‘એ વિસ્તાર હજી કન્ટેનમેન્ટ ઝોનના લિસ્ટમાંથી બહાર નથી મુકાયો પણ એમ છતાં મેઇન લિન્ક રોડ ખોલી દેવાયો છે. પહેલાં રોજના અહીં પાંચથી છ કેસ આવતા હતા..’

dahisar mumbai mumbai news coronavirus covid19 lockdown pallavi smart