નવી મુંબઈની પંજાબ ગ્રિલ હોટેલમાં વાંદા અને અસ્વચ્છતા મળ્યાં, FDAએ લાઇસન્સ સસ્પેન્ડ કર્યું

09 August, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મામલે પંજાબ ગ્રિલ મૅનેજમેન્ટ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી

રેસ્ટોરાં પંજાબ ગ્રિલ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍મિનિસ્ટ્રેશન (FDA)ની ટીમ દ્વારા ખાદ્ય સુરક્ષા અભિયાન હેઠળ નવી મુંબઈના સીવુડ્સમાં આવેલી જાણીતી રેસ્ટોરાં પંજાબ ગ્રિલ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાંચમી ઑગસ્ટે FDAની ટીમે હોટેલ પર દરોડો પાડીને તપાસ કરી હતી. એમાં કચરા અને અસ્વચ્છતા વચ્ચે રસોઈ બનાવવી, રસોડામાં વાંદાનો ભારે ઉપદ્રવ, ખરાબ પાણી સાચવી રાખવું તેમ જ ખાદ્ય-સુરક્ષા સંબંધિત જરૂરી રેકૉર્ડ્‍સનો અભાવ જેવી ગંભીર ખામીઓ મળી આવી હતી. સ્વચ્છતા અને ખાદ્ય-સુરક્ષાના નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ અન્ન સુરક્ષા અને ધોરણો કાયદા હેઠળ પંજાબ ગ્રિલના આ આઉટલેટનું ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)નું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. FDA દ્વારા હોટેલના સંચાલકોને તમામ ત્રુટિઓ અને અસ્વચ્છતા દૂર કરીને કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. થાણે FDAના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી માત્ર નવી મુંબઈનાં ચોક્કસ આઉટલેટ્સ પૂરતી સીમિત છે અને પંજાબ ગ્રિલની સમગ્ર ચેઇન પર એની અસર નથી. આ મામલે પંજાબ ગ્રિલ મૅનેજમેન્ટ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી

પુણેની ચાઇનીઝની લારીઓ પર કાર્યવાહી કરવાના ઇશારા સાથે તુકારામ મુંઢેએ કહ્યું... મેં પહેલી વાર ચાઇનીઝ ફુડ પુણેની લારીઓ પર ખાધું હતું, ત્યાં ફરી જવાની ઇચ્છા છે

દારૂમાં પણ ભેળસેળ થતી હોવાનું જણાવીને એ ક્ષેત્રમાં પણ કડક કાર્યવાહી કરવાની તુકારામ મુંઢેએ તૈયારી બતાવી.

ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, અસ્વચ્છતા અને નિયમોના ઉલ્લંઘન બદલ હોટેલ, રેસ્ટોરાં, ગોડાઉન, ડેરી પર સખત કાર્યવાહી કરનાર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‍‍‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે હવે આવનારા દિવસોમાં ચાઇનીઝની લારીઓ પર કાર્યવાહી કરે એવી પૂરી શક્યતા છે. તુકારામ મુંઢેએ એક ઇન્ટરવ્યુમાં તેમના કૉલેજકાળના દિવસોની વાતો યાદ કરીને કહ્યું હતું કે ‘હું પુણેમાં કૉલેજ કરી રહ્યો હતો ત્યારે પહેલી વાર લારી પર ચાઇનીઝ ફૂડ ખાધું હતું. તમને આશ્ચર્ય થશે કે ત્યાં સુધી મને ખબર જ નહોતી કે ચાઇનીઝ ફૂડ કોને કહેવાય અને એ કેવું હોય? મેં ઇન્ડિયા-ચાઇના વૉરનો અભ્યાસ કર્યો હતો, પણ ચાઇનીઝ ફૂડનો અભ્યાસ કર્યો નહોતો. એ વખતે બાપટ રોડ અને પાષાણ રોડ પર ચાઇનીઝ ફૂડની લારીઓ લાગતી હતી. મને હવે વિચાર આવે છે કે ફરી પાછું ત્યાં જઈને જોઉં. હવે ચાઇનીઝ ફૂડની ખૂબ ડિમાન્ડ છે. છેલ્લા બે મહિનામાં જે કાર્યવાહીઓ થઈ છે એ પછી હવે એવું કહેવાઈ રહ્યું છે કે ચાઇનીઝ ફૂડ સામે પણ ધ્યાન આપો. એથી હવે ચાઇનીઝ ફૂડ પર થોડું ધ્યાન આપવું છે.’  

mumbai news mumbai navi mumbai food and drug administration maharashtra government maharashtra news maharashtra