પાણી માપમાં વાપરો, નહીં તો ફાઇન ભરો

28 May, 2023 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ મહાનગરપાલિકાએ જે સોસાયટીઓ એમના નિર્ધારિત ક્વોટા કરતાં વધુ પાણી વાપરી રહી છે એમને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે

પ્રતીકાત્મક તસવીર

ચોમાસું લંબાય જાય તો પણ દરેક નાગરિકને પાણી મળી રહે એનું પ્લાનિંગ કરવાના આશય સાથે નવી મુંબઈ મહાનગરપાલિકાએ જે સોસાયટીઓ એમના નિર્ધારિત ક્વોટા કરતાં વધુ પાણી વાપરી રહી છે એમને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે અને ચેતવણી આપતાં કહ્યું છે કે પાણી માપમાં વાપરો, નહીં તો પછી દંડ ભરવો પડશે.

મૂળમાં જે-તે સોસાયટીમાં જેટલા ફ્લૅટ છે એની સામે એ સોસાયટીને અંદાજે કેટલું પાણી મ‍ળવું જોઈએ એની એક ગણતરી હોય છે અને એના આધારે એનો વપરાશ નક્કી થયેલો હોય છે. એ ચોક્ક​સ ગણતરી કરતાં પાણીનો વધુ વપરાશ થાય તો એ સોસાયટીને નોટિસ મોકલવામાં આવે છે. આ વખતે એનએમએમસીએ ૩૩૬ જેટલી સોસાયટીઓને નોટિસ મોકલી છે. સૌથી વધારે પાણીનો વપરાશ દિઘામાં થઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે, જેમાં ૮૦ જેટલી સોસાયટીનો સમાવેશ થાય છે.

mumbai mumbai news navi mumbai mumbai monsoon mumbai water levels