હત્યારો જાણતો હતો કે સ્ટુડન્ટ ઘરે જવાની હતી : પોલીસ

09 June, 2023 10:30 AM IST  |  Mumbai | Anurag Kamble

તપાસમાં ખબર પડી કે હત્યા કર્યાના થોડા દિવસ પહેલાં પણ આરોપીએ સ્ટુડન્ટની છેડતી કરી હતી, પરિવારે વૉર્ડન સામે કાર્યવાહીની માગણી કરી  

પીિડતાના પેરન્ટ્સ અને સગાંઓએ મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનની બહાર ન્યાય માટે ગઈ કાલે પ્રોટેસ્ટ કર્યો હતો (તસવીર : સમીર માર્કન્ડે)

પોલીસે જણાવ્યા પ્રમાણે મરીન ડ્રાઇવ હૉસ્ટેલમાં ૧૮ વર્ષની સ્ટુડન્ટ્સની જાતીય સતામણી અને હત્યા કરનાર આરોપી તેના એકતરફી પ્રેમમાં હતો. આરોપી ઓમપ્રકાશ કનોજિયા ઘણી વખત ટીનેજર સાથે વાત કરવાનો પ્રયાસ કરતો, પણ તે ઇનકાર કરતી ત્યારે અન્ય યુવતીઓ સામે તેને ટોણો પણ મારતો. સ્ટુડન્ટ્સના મિત્રોનાં નિવેદનો અને આરોપી તથા પીડિતાની કૉલ-ડિટેઇલ પરથી ખબર પડી કે એ વાતચીત માટે નગણ્ય કારણસર પણ ફોન કરતો.

યુવતીના મિત્રએ જણાવ્યા પ્રમાણે આરોપી ઓમપ્રકાશ કનોજિયા થોડા દિવસ પહેલાં જ પીડિતાની રૂમમાં ઘૂસી ગયો હતો, પણ સ્ટુડન્ટે એ વાત તેના પરિવારજનોને નહોતી કરી. પોલીસ-તપાસથી અંસતુષ્ટ સ્ટુડન્ટના પિતાએ આ કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવા અને હૉસ્ટેલના વૉર્ડન સામે પગલાં ભરવાની માગણી કરી છે. મરીન ડ્રાઇવ પોલીસ સાવિત્રીદેવી ફુલે મહિલા છાત્રાલયમાં ૧૮ વર્ષની સ્ટુડન્ટની હત્યાની તપાસ કરી રહી છે. પોલીસને ખબર પડી છે કે આરોપીએ સ્ટુડન્ટના પપ્પાનો વિશ્વાસ મેળવ્યો હતો અને એવી ખાતરી આપી હતી કે તે તેનું ધ્યાન રાખશે. આરોપી હંમેશાં સ્ટુડન્ટ સાથે વાત કરવાનો પ્રયાસ કરતો. તેને ખબર હતી કે ​બે દિવસ બાદ તે તેના ઘરે જશે એટલે જ્યારે તે સૂતી હતી ત્યારે એનો લાભ લેવાનો વિચાર કર્યો હતો.

marine drive charni road bandra Crime News mumbai crime news sexual crime mumbai police mumbai mumbai news anurag kamble