06 April, 2024 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સેન્ટ્રલ રેલવેનું મુંબઈ ડિવિઝન એના ઉપનગરીય વિભાગો પર રવિવારે વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણી કાર્યો પૂરાં કરવા માટે મેગા બ્લૉક હાથ ધરશે. સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી માટુંગા અને મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ધીમી લાઇન પ્રભાવિત થશે.
CSMTથી સવારે ૧૦.૧૪થી બપોરે ૩.૧૮ વાગ્યા સુધી ઊપડતી ડાઉન સ્લો લાઇન સેવાઓને માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે જે સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશન પર ઊભી રહેશે. એને આગળ મુલુંડ સ્ટેશન પર ડાઉન સ્લો લાઇન પર ફરીથી ડાઇવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં ૧૫ મિનિટ મોડી પહોંચશે. થાણેથી સવારે ૧૦.૫૮ વાગ્યાથી બપોરે ૩.૫૯ વાગ્યા સુધી ઊપડતી અપ સ્લો લાઇન સેવાઓને મુલુંડ અને માટુંગા સ્ટેશન વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે જે મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર, કુર્લા અને સાયન સ્ટેશને રોકાશે. એ માટુંગાથી અપ ધીમી લાઇન પર ફરીથી ડાઇવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં ૧૫ મિનિટ મોડી પહોંચશે. સવારે ૧૦.૩૫ વાગ્યાથી સાંજના ૪.૦૭ વાગ્યા સુધી થાણેથી ઊપડતી વાશી/નેરુલ/પનવેલની ડાઉન લાઇન સેવાઓ અને સવારે ૧.૨૫ વાગ્યાથી સાંજના ૪.૦૯ વાગ્યા સુધી વાશી/નેરુલ/પનવેલથી થાણે સુધીની અપ લાઇન સેવાઓ રદ રહેશે.
ડાઉન ટ્રાન્સ-હાર્બર લાઇન પર : બ્લૉક પહેલાંની છેલ્લી લોકલ પનવેલની હશે જે થાણેથી સવારે ૧૦.૩૫ વાગ્યે ઊપડશે. બ્લૉક બાદ પહેલી વાશી લોકલ થાણેથી સાંજે ૪.૧૯ વાગ્યે ઊપડશે.
અપ-હાર્બર લાઇન પર : થાણે બ્લૉક પહેલાં છેલ્લી લોકલ વાશીથી સવારે ૧૦.૧૫ વાગ્યે ઊપડશે અને થાણે માટે બ્લૉક બાદ પ્રથમ લોકલ પનવેલથી બપોરે ૩.૫૩ વાગ્યે ઊપડશે.
વેસ્ટર્ન રેલવેમાં રવિવારે જમ્બો બ્લૉક
વેસ્ટર્ન રેલવે પર ટ્રૅક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે રવિવારે સવારે ૧૧થી સાંજે ૪ વાગ્યા સુધી અપ અને ડાઉન હાર્બર લાઇન પર માહિમ અને અંધેરી વચ્ચે પાંચ કલાકનો જમ્બો બ્લૉક લેવામાં આવશે. બ્લૉક દરમિયાન સેન્ટ્રલ રેલવેની તમામ CSMT-બાંદરા-CSMT અને CSMT-ગોરેગામ-CSMT હાર્બર લાઇન સેવાઓ અને ચર્ચગેટ અને ગોરેગામ વચ્ચેની કેટલીક ધીમી સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત બોઇસર યાર્ડ ખાતે વિભાગીય ગતિને ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાની કામગીરી કરવા માટે રવિવારે ટ્રાફિક-કમ-પાવર બ્લૉક લેવામાં આવશે. આ બ્લૉક સવારે ૧૦ વાગ્યાથી ૧૦.૫૦ વાગ્યા સુધી અપ અને ડાઉન એમ બોઇસર યાર્ડ ખાતે મુખ્ય લાઇન પર લેવામાં આવશે. આ બ્લૉકને કારણે વેસ્ટર્ન રેલવેની થોડી ટ્રેનો
ટૂંકી ટર્મિનેટ/આંશિક રીતે રદ કરવામાં આવશે.