નાશિકના સપ્તશ્રૃંગીઘાટમાં કારનો અકસ્માત, ૬નાં મોત

08 December, 2025 08:27 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

સેફ્ટી-ગ્રિલ તોડીને કાર ખીણમાં જોશભેર પટકાતાં પટેલ પરિવારના છ જણનાં મોત થયાં હતાં

અકસ્માત

નાશિકના સપ્તશ્રૃંગીઘાટમાં ભાવિકોની કાર ૬૦૦ ફુટ નીચે ખાઈમાં પટકાતાં ૬ જણનાં મોત થયાં હતાં. નાશિકના પિંપળગાવના બસવંતમાં રહેતો પટેલ પરિવાર સપ્તશ્રૃંગી માતાનાં દર્શને ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેમની કાર અંદાજે ૬૦૦ ફુટ ખીણમાં ખાબકી હતી. સેફ્ટી-ગ્રિલ તોડીને કાર ખીણમાં જોશભેર પટકાતાં પટેલ પરિવારના છ જણનાં મોત થયાં હતાં. મરનારાઓમાં કીર્તિ પટેલ (૫૦ વર્ષ), રસિલા પટેલ (૫૦), વિઠ્ઠલ પટેલ (૬૫), લતા પટેલ (૬૦), કંચન પટેલ  (૬૦) અને મણિબહેન પટેલ (૬૦ વર્ષ)નો સમાવેશ થતો હતો.    

mumbai news mumbai road accident nashik