બસ-ડ્રાઇવરની રીલ બનાવવાની ઘેલછાને લીધે એકનો જીવ ગયો

20 April, 2026 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર બસ પલટી, બાજુની કારને પણ નુકસાન, ૧૭ ઘાયલ

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર પલટી ખાઈ ગયેલી બસ.

બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર રવિવારે મેગકર ચોલ નાકા પાસે એક પ્રાઇવેટ બસના ડ્રાઇવરે રીલ બનાવવાના ચક્કરમાં બસ પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને ગોઝારો અકસ્માત થયો હતો. બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી થતી હતી ત્યારે એક કાર નજીકમાં હોવાથી એને પણ નુકસાન થયું હતું. આ અકસ્માતમાં પીયૂષ રાઠોડનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ૧૭ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. આ અકસ્માતને કારણે એક્સપ્રેસવે પર બન્ને તરફનાં વાહનો અટકી ગયાં હતાં. એ પછી હાઇવે પોલીસ અને સ્થાનિક ટ્રાફિક-પોલીસે બન્ને વાહનોને સાઇડ પર કર્યા બાદ વાહનવ્યવહાર રાબેતા મુજબ ધીમે-ધીમે ચાલુ થયો હતો. 

mumbai news mumbai samruddhi expressway road accident maharashtra news maharashtra