12 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ એવી બે હસ્તીઓથી રોકાણકારોને સાવધ રહેવાની ચેતવણી આપી છે જેઓ રિસર્ચ ઍનલિસ્ટ તરીકેના રજિસ્ટ્રેશન વિના ટ્રેડિંગ અને રોકાણ કરવાની ભલામણો આપે છે અને SEBIમાં રજિસ્ટર્ડ હોવાનો ડોળ કરીને રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરે છે.
આવી પહેલી વ્યક્તિ દીપક વાધવા છે, જેમના ફોન નંબરો છે 8010636363, 8955507513, 8529056126. દીપક વાધવા ટ્રેડર્સલૂપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ, ફેસબુક પર પણ ઉપસ્થિતિ ધરાવે છે. અન્ય હસ્તીનું નામ છે ટ્રેડકરો, જેના ફોન નંબરો 7788818885, 9337427523, 7874189221, 8249183929, 08065207264 અને 08065207263 છે. એની વેબસાઇટ્સ ટ્રેડકરો.કૉમ છે અને અન્ય બધાં સોશ્યલ પ્લૅટફૉર્મ્સ પર હાજરી ધરાવે છે.
વધુ માહિતી માટે BSEની ગુજરાતી વેબસાઇટ https://gujarati.bseindia.com/ની મુલાકાત લો.