28 March, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોડ પર કાર રોકીને પત્નીની મારઝૂડ કરતા પતિને જોઈને લોકોએ તેને વાર્યો હતો
બારામતીમાં રહેતું દંપતી ગાણગાપુર દેવદર્શન માટે જતું હતું ત્યારે કારમાં જ પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. ૨૮ વર્ષની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કર્ણાટકના બલ્લુરગી ગામ પાસે કાર રસ્તાની સાઇડમાં ઊભી રાખીને પત્નીને બહાર કાઢીને તેની મારઝૂડ કરી હતી. એ વખતે અન્ય વાહનચાલકોએ પતિને વારવાનો પ્રયાસ કરતાં પતિ સહેજ અટક્યો હતો, પણ જેવા વાહનચાલકો તેમનાથી થોડે દૂર ગયા કે તરત પતિએ ફરી કારમાં બેસીને રસ્તા પર પડેલી ઘાયલ પત્નીના શરીર પરથી કાર ચલાવી તેને કચડીને તેની હત્યા કરી હતી. કર્ણાટક પોલીસે પતિ સામે હત્યાનો કેસ નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. કર્ણાટક પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.