લૉજ રૂમમાં ઉજવ્યો પરિણીત પ્રેમિકાનો જન્મદિવસ, પછી ગળું દાબીને કરી હત્યા

10 January, 2024 09:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં એક યુવકે પોતાની ડિવૉર્સી પ્રેમિકાનો જન્મદિવસ ઉજવવા માટે તેને લૉજમાં લઈ ગયો. પછી તેનું ગળું દાબીને ત્યાંથી નાસી છૂટ્યો. મહિલા નવી મુંબઈની એક પ્રાઈવેટ બેન્કમાં મેનેજર હતી.

મર્ડર (પ્રતીકાત્મક તસવીર)

મુંબઈમાં એક યુવકે પોતાની ડિવૉર્સી પ્રેમિકાનો જન્મદિવસ ઉજવવા માટે તેને લૉજમાં લઈ ગયો. પછી તેનું ગળું દાબીને મારી નાખ્યા બાદ ત્યાંથી નાસી છૂટ્યો. પોલીસે જણાવ્યું કે આરોપી શોએબ શેખને શંકા હતી કે તેની પ્રેમિકાનો અન્ય શખ્સ સાથે પણ પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. તે એક પ્રાઈવેટ બેન્કના મેનેજર તરીકે કાર્યરત હતી.

મહારાષ્ટ્રના મુંબઈમાં યુવકે પોતાની ડિવૉર્સી પ્રેમિકાના જન્મદિવસે તેને એક લૉજના રૂમમાં લઈ જઈને ગળું દાબીને હત્યા કરી દીધી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે જઈ મૃતદેહ તાબે લીધો અને પોસ્ટમાર્ટમ માટે મોકલી કેસમાં તપાસ શરૂ કરી. પોલીસે જણાવ્યું કે આરોપીને શંકા હતી કે તેની પ્રેમિકાનો કોઈ અન્ય યુવક સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે.

મૃતકાની ઓળખ 35 વર્ષીય અમિત કૌર તરીકે થઈ છે. જે નવી મુંબઈની એક પ્રાઈવેટ બેન્કની મેનેજર હતી. પતિ સાથે છૂટાછેડા બાદ તે પોતાની મા અને દીકરી સાથે નવી મુંબઈમાં રહેતી હતી. હત્યાના કેસમાં પોલીસે આરોપી શોએબ શેખ (24)ની ધરપકડ કરી લીધી છે. આરોપી સાયનના એક ગેરેજમાં કામ કરતો હતો. 8 જાન્યુઆરીના અમિત કૌરનો જન્મદિવસ હતો.

લૉજના રૂમમાં પ્રેમિકાનું ગળું દાબીને કરી હત્યા
પોલીસે જણાવ્યું કે આરોપી પોતાની પ્રેમિકાનો જન્મદિવસ ઉજવવા માટે તેને નવી મુંબઈ લઈને આવ્યો હતો. અહીં તેણે એક લૉજમાં રૂમ બૂક કર્યું અને પ્રેમિકાનું ગળું દાબી દીધું. 

આ રીતે થયો હત્યાનો ખુલાસો
આ ઘટનાનો ખુલાાસો તે સમયે થયો જ્યારે પોલીસને શોએબની કેટલીક ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ થવાની સૂચના મળી. જેના પછી પોલીસને એક ટીમ સાકીનાકા સ્થિત તેના ઘરે પહોંચી અને તેને અટકમાં લઈને તેની પૂછપરછ કરી, ત્યારે અમિત કૌરની હત્યાની વાત ખબર પડી. પછી તેણે આપેલા સંકેતો પ્રમાણે મૃતદેહ કાબૂમાં લઈને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો. પોલીસે 302 હત્યાનો કેસ દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી.

નવી મુંબઈમાં મહિલાને હેરાન કરનારા પુરુષ સામે કેસ
પોલીસે નવી મુંબઈની ૨૯ વર્ષની મહિલાને કથિત રીતે હેરાન કરવા અને તેની પાસેથી જાતીય તરફેણ માગવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મહિલાના પતિએ માર્ચ ૨૦૨૧માં ૨૮ વર્ષના આરોપી પાસેથી ૪.૭૯ લાખ રૂપિયાની લોન લીધી હતી. જુલાઈ ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૨ની વચ્ચે દંપતીએ લોનની રકમ ચૂકવી દીધી હતી. રબાળે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘લોનની રકમ પરત કરવામાં આવી હોવા છતાં આરોપીએ મહિલા, તેના પતિ અને પુત્રને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આરોપી ઘણસોલી વિસ્તારમાં મહિલાના ઘરે પણ ગયો હતો, જ્યાં તેણે કથિત રીતે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેની પાસેથી જાતીય તરફેણની માગણી કરી હતી. 

mumbai news mumbai crime news navi mumbai sakinaka murder case sion Mumbai