વિધાનસભ્ય અબુ આઝમીના ઔરંગઝેબવાળા નિવેદનને લીધે રાજ્ય વિધિમંડળનાં બન્ને ગૃહ રહ્યાં સ્થગિત

05 March, 2025 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઔરંગઝેબના મુદ્દે વિધિમંડળનાં બન્ને ગૃહ ગઈ કાલે એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યાં હતાં.

અબુ આઝમી

સમાજવાદી પાર્ટીના મુંબઈના વિધાનસભ્ય અબુ આઝમીએ સોમવારે મુગલ શહેનશાહ ઔરંગઝેબનાં ગુણગાન ગાઈને ઉત્તમ શાસક ગણાવ્યા હતા એના પડઘા ગઈ કાલે મુંબઈમાં ચાલી રહેલા બજેટસત્રમાં પડ્યા હતા. સત્તાધારી મહાયુતિના વિધાનસભ્યોએ અબુ આઝમીને સસ્પેન્ડ કરીને તેમની સામે દેશદ્રોહનો મામલો ચલાવવાની માગણી કરી હતી. ઔરંગઝેબના મુદ્દે વિધિમંડળનાં બન્ને ગૃહ ગઈ કાલે એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યાં હતાં.

mumbai news mumbai samajwadi party parliament maharashtra news political news