01 March, 2025 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅન્ગૉન્ગ ફ્રોઝન લેક મૅરથૉનમાં ભાગ લેનારા મુંબઈગરા
લદ્દાખના પૅન્ગૉન્ગ ફ્રોઝન લેક પર ૪૨ કિલોમીટરની ફુલ મૅરથૉન બોરીવલીના ગ્રુપે પૂરી તો કરી હતી, પણ મુંબઈ મૅરથૉન પૂરી કરવામાં જેટલો સમય લાગે એના કરતાં ડબલ સમય તેમને આ મૅરથૉન પૂરી કરવામાં લાગ્યો હતો. કુલ ૮ જણના ગ્રુપમાંથી ૭ જણ ફુલ અને એક મહિલા હાફ મૅરથૉન દોડવાનાં હતાં. જોકે એક વ્યક્તિને મેડિકલ કારણસર દોડવાની પરવાનગી આપવામાં નહોતી આવી એટલે ૬ જણે ફુલ મૅરથૉનમાં ભાગ લીધો હતો અને એ પૂરી કરી હતી.
ધનરાજ સંસારે
ડૉ. નીલ આશર
કલ્પેશ દોશી
દીપા અને પ્રદીપ કાત્રોડિયા
સોમવારે યોજાયેલી આ મૅરથૉનનો અનુભવ કેવો રહ્યો એ જણાવતાં ગ્રુપના સભ્ય ડૉ. નીલ આશરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મૅરથૉનમાં દોડવું ચૅલેન્જિંગ હતું. અમારે બરફ પર જ દોડવાનું હતું એટલે એના પર ગ્રિપ રહે એ માટે અમે ખીલાવાળાં શૂઝ પહેરીને દોડ્યા હતા. દરેક સ્ટેપ પર એ ખીલાવાળાં શૂઝ બરફમાંથી કાઢીને આગળ મૂકવાનાં હોવાથી ડબલ એફર્ટ લાગ્યો હતો અને એને લીધે સમય ડબલ થયો હતો. અમારું લક્ષ્ય મૅરથૉન પૂરી કરવાનું હતું અને એ અમે કરી શક્યા. એક બીજી મહત્ત્વની વાત એ હતી કે જનરલી દરેક મૅરથૉન પૂરી કરવા કટ ઑફ ટાઇમ હોય છે. જોકે અહીંની કન્ડિશન એવી હતી કે ઑર્ગેનાઇઝરે એવો કોઈ કટ ઑફ ટાઇમ રાખ્યો નહોતો. અહીંના લોકલ્સ જ આ દોડમાં વિજયી થયા હતા, પણ અમારા માટે તો અમે દોડ પૂરી કરી એ જ અમારો વિજય હતો.’
|
કોણે કેટલા સમયમાં મૅરથૉન પૂરી કરી? |
|
|
નામ |
સમય |
|
ડૉ. નીલ આશર |
૬ કલાક ૮ મિનિટ ૦૦ સેકન્ડ |
|
પ્રદીપ કાત્રોડિયા |
૮ કલાક ૨૭ મિનિટ ૩૨ સેકન્ડ |
|
કલ્પેશ દોશી |
૮ કલાક ૨૭ મિનિટ ૪૯ સેકન્ડ |
|
દીપા કાત્રોડિયા |
૮ કલાક ૫૮ મિનિટ ૦૬ સેકન્ડ |
|
ધનરાજ સંસારે |
૮ કલાક ૨૮ મિનિટ ૨૨ સેકન્ડ |
|
સુમન રાઠી |
૭ કલાક ૨૬ મિનિટ ૦૦ સેકન્ડ |
|
પૂર્વી આશર (હાફ મૅરથૉન) |
૪ કલાક ૪૯ મિનિટ ૪૧ સેકન્ડ |