02 March, 2025 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીમાં રહેતી હેલી ઠાકરને ૭મા મહિને જ બાળક આવી જતાં બાળકને કેટલાંક કૉમ્પ્લિકેશન્સ ઊભાં થતાં હાલ મલાડની ક્લાઉડનાઇન હૉસ્પિટલમાં દાખલ કરી ઇન્ક્યુબેટરમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે. બીજી ફેબ્રુઆરીએ જન્મેલા આ બાળકની સારવારમાં જ પરિવારે અંદાજે પાંચ લાખ રૂપિયા કરતાં વધુની રકમ ચૂકવી દેતાં હવે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ છે. હૉસ્પિટલના ડૉક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય પણે બાળકનું વજન ૨.૫ કિલોગ્રામ હોવું જોઈએ એની જગ્યાએ આ બાળક અત્યારે પણ માત્ર ૧.૨ કિલોગ્રામનું જ વજન ધરાવે છે. બીજું, તેને શ્વાસ લેવા માટે સપોર્ટ આપવો પડી રહ્યો છે. તે હજી જાતે ફીડ નથી કરી શકતું એથી ટ્યુબ દ્વારા દૂધ આપવામાં આવી રહ્યું છે. હજી બાળકને એકાદ મહિનો હૉસ્પિટલમાં રાખવું પડે એમ છે.’
બાળકને હૉસ્પિટલમાં રાખવાનું હોવાથી હજી ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા દર્શાવાઈ છે. આથી બાળકના પરિવારને આર્થિક મદદની જરૂર છે. ‘મિડ-ડે’ના વાચકો તેમને મદદ કરી શકે છે. મદદની બધી જ રકમ ફક્ત હૉસ્પિટલના જ અકાઉન્ટમાં જમા કરવાની રહેશે જે આ બાળકની સારવારમાં વપરાશે. જો રકમ ઑનલાઇન ટ્રાન્સફર કરી હોય તો એની ઍક્નૉલેજમેન્ટ ૯૭૭૩૬ ૧૧૮૭૨ નંબર પર વૉટ્સઍપ કરવી જેથી પરિવાર એનો ટ્રેક રાખી શકે, બાકીની રકમ ઊભી કરવાનો અંદાજ લગાવી શકે. રકમ ટ્રાન્સફર કરતી વખતે પેશન્ટ નંબર 1000000102289661 રેફરન્સમાં લખવો જેથી એ રકમ ફક્ત આ બાળક માટે જ વાપરવામાં આવે.
હૉસ્પિટલની બૅન્ક ડિટેઇલ્સ
Bank Name: HDFC Bank Ltd.
Branch: Sunder Nagar, Malad-West, Mumbai – 400 064
Account Holder Name: KIDS CLINIC INDIA LTD.
Account Number: 50200011337483
Account Type: Current Account
IFSC Code: HDFC0001574
MICR number: 400240137
Patient number : 1000000102289661