ઉદ્ધવ ઠાકરેની સંપત્તિની તપાસની માગણી કરતી જનહિતની અરજી હાઈ કોર્ટે ફગાવી

15 March, 2023 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિહેવિયર ઍન્ડ સૉફ્ટ સ્કિલ કન્સલ્ટન્ટ ગૌરી ભિડેએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે...

ફાઇલ તસવીર

ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ ધરાવતા હોવાનો દાવો કરીને એ બાબતે તપાસ કરવામાં આવે એ મુજબની કરાયેલી જનહિતની અરજી બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી છે.

બિહેવિયર ઍન્ડ સૉફ્ટ સ્કિલ કન્સલ્ટન્ટ ગૌરી ભિડેએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે ‘રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર તેમની આવકની સરખામણીએ ઘણી વધુ સંપત્તિ ધરાવે છે એથી એની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા ઊંડી અને ઝીણવટભરી તથા પક્ષપાતરહિત તપાસ કરવામાં આવે.’  

ગૌરી ભિડેએ એમ કહ્યું છે કે ‘હું આમ કરીને આવક કરતાં વધુ ન જાહેર કરેલી સંપત્તિ, મિલકત અને મની​ લૉન્ડરિંગ પણ સરકાર સામે લાવવા માગું છું.’

જોકે હાઈ કોર્ટના જસ્ટિસ ધીરજ ઠાકુર અને વાલ્મીકિ મેનેઝીઝે એ અરજી ફગાવી દીધી છે. 

mumbai mumbai news maharashtra bombay high court uddhav thackeray