ગિરગામ ચોપાટી નજીકના ઇસ્કૉન મંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી

23 July, 2025 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે ઈ-મેઇલ મોકલનાર સામે ફરિયાદ નોંધી

ગિરગામ ચોપાટી નજીકના ઇસ્કૉન મંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી

મુંબઈમાં બૉમ્બથી ઉડાડી દેવાની ધમકીથી ખળભળાટ મચી ગયો છે. ઈ-મેઇલ પર આવતી સતત ધમકીને કારણે પોલીસ અને સાઇબર વિભાગ પરેશાન  છે. આ વખતે રવિવારે સાંજે ગિરગાવના કે. એમ. મુનશી રોડ પર આવેલા ઇસ્કૉન મંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ઈ-મેઇલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. મંદિરની સત્તાવાર ઈ-મેઇલ આઇડી પર મોકલવામાં આવેલી એક અનામી ઈ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ચોક્કસ રાજકીય માગણીઓ પૂર્ણ નહીં થાય તો ૧૬ કલાકમાં RDXથી મંદિરમાં વિસ્ફોટ કરવામાં આવશે. આ ઘટના બાદ મંદિર તેમ જ આસપાસના વિસ્તારમાં સ્કૅનિંગ કરવામાં આવ્યું હતું, પણ RDX જેવી કોઈ વસ્તુ ન મળતાં ગાવદેવી પોલીસે ખોટી ધમકી આપનાર સામે ફરિયાદ નોંધી છે.

ગાવદેવી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઇસ્કૉન મંદિરના સુરક્ષા-મૅનેજર રાહુલ ગોવેકરે રવિવારે સાંજે ધમકી મળી હોવાની જાણ કરી હતી. આ મામલે વધુ માહિતી મેળવતાં મંદિરના આંતરિક કામ માટે વાપરવામાં આવતી ઈ-મેઇલ આઇડી પર ધમકીભરી ઈ-મેઇલ ૨૦ જુલાઈએ સાંજે સાડાસાત વાગ્યે મળી હતી.

mumbai iskcon girgaon girgaum chowpatty bomb threat news mumbai news cyber crime crime news mumbai crime news mumbai police