BMCની સ્ટૅટ્યુટરી કમિટી આવતા અઠવાડિયે રચાય એવી શક્યતા

13 February, 2026 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જનરલ બૉડીની આગામી મીટિંગમાં BMCની સ્ટૅટ્યુટરી કમિટીના સભ્યો નક્કી કરવામાં આવશે

રિતુ તાવડેએ મેયર બન્યા બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની શુભેચ્છા-મુલાકાત લીધી હતી અને સાથે જ મેયર તરીકેના કામની શરૂઆત કરી હતી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના નવા ચૂંટાયેલા ૨૨૭ સભ્યોની જનરલ બૉડીના પહેલા સેશન બાદ હવે ૧૬ આગામી મીટિંગ બોલાવાય એવી શક્યતા છે. જનરલ બૉડીની આગામી મીટિંગમાં BMCની સ્ટૅટ્યુટરી કમિટીના સભ્યો નક્કી કરવામાં આવશે, જેમાં સ્ટૅન્ડિંગ કમિટીનો પણ સમાવેશ થાય છે તેમ જ સ્ટૅન્ડિંગ કમિટી એક કરોડ રૂપિયાથી વધુના તમામ પ્રોજેક્ટ્સ અને અન્ય ખર્ચને મંજૂરી આપે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લૅન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા માટે સત્તા ધરાવતી ઇમ્પ્રૂવમેન્ટ કમિટી, એજ્યુકેશન કમિટી અને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) કમિટીનો પણ સમાવેશ થાય છે.

ટેન્ટિટિવ ટાઇમટેબલ

 ૨૦ ફેબ્રુઆરી : સ્ટૅન્ડિંગ કમિટી અને એજ્યુકેશન કમિટીના અધ્યક્ષોની પસંદગી માટે બેઠક
 ૨૩ ફેબ્રુઆરી : ઇમ્પ્રૂવમેન્ટ અને BEST કમિટીના અધ્યક્ષોની પસંદગી માટે બેઠક
 ૫, ૬, ૯ માર્ચ : વૉર્ડ કમિટીની બેઠક
 ૧૨, ૧૩, ૧૪ માર્ચ : વર્ક કમિટી, પબ્લિક હેલ્થ કમિટી, માર્કેટ ઍન્ડ ગાર્ડન કમિટી, મહિલા અને બાળસમિતિ અને કાયદા જેવી સ્પેશ્યલ કમિટી માટે મીટિંગ
 ૨૫ ફેબ્રુઆરી : સ્ટૅન્ડિંગ કમિટી BMCનું બજેટ રજૂ કરે એવી શક્યતા છે

રિતુ તાવડેએ લીધી મુખ્ય પ્રધાનની શુભેચ્છા-મુલાકાત

રિતુ તાવડેએ મેયર બન્યા બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની શુભેચ્છા-મુલાકાત લીધી હતી અને સાથે જ મેયર તરીકેના કામની શરૂઆત કરી હતી. રિતુ તાવડેએ જણાવ્યું હતું કે ‘મેં આપેલાં વચન મુજબ આજથી મુંબઈમાં અનેક જગ્યાએ બંગલાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મુંબઈ અતિક્રમણ-મુક્ત બનાવવા માટે આવતી કાલે બેઠક બોલાવવામાં આવી છે.’

mumbai news mumbai brihanmumbai municipal corporation brihanmumbai electricity supply and transport mumbai mayor ritu tawde