બાંદરા, ખાર અને અંધેરીનાં નાળાં પર ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે પુલ બનશે

18 April, 2026 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ યોજનાને સૌપ્રથમ સપ્ટેમ્બર ૨૦૨૨માં મંજૂરી આપવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

BMC દ્વારા બાંદરા, ખાર અને અંધેરી વિસ્તારનાં નાળાં પર નવા રાહદારી પુલ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અનેક ખુલ્લાં નાળાં એવા રસ્તા પર છે જેનો ઉપયોગ લોકો રોજ અવરજવર માટે કરે છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન આ નાળાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી આ રસ્તાઓ પર ક્રૉસિંગને ખુલ્લું રાખીને નવી વૉટર-ચૅનલો માટે જગ્યા બનાવવામાં આવશે.

૩.૦૭ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ ધરાવતા આ પ્રોજેક્ટમાં બાંદરા-ઈસ્ટમાં મહારાષ્ટ્રનગર અને વાલ્મીકિનગર પાસે વાકોલા નાળા પર એક અલગ પુલનો પણ સમાવેશ થાય છે. આ યોજનાને સૌપ્રથમ સપ્ટેમ્બર ૨૦૨૨માં મંજૂરી આપવામાં આવી હતી.

આ પુલ નાના પરંતુ કાર્યક્ષમ હશે, જેની લંબાઈ આશરે ૫૮.૬ મીટર અને પહોળાઈ ૨.૫ મીટર હશે. જો આ પ્રોજેક્ટને BMCની વર્ક્સ અને સ્ટૅન્ડિંગ કમિટી તરફથી અંતિમ મંજૂરી મળી જશે તો એનું એક વર્ષમાં કન્સ્ટ્રક્શન થઈ જશે.

brihanmumbai municipal corporation mumbai monsoon mumbai rains bandra vakola khar andheri mumbai mumbai news