06 May, 2025 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મઢમાં ગેરકાયદે બંગલો તોડી પડાયો
મલાડ-વેસ્ટમાં આવેલા મઢના એરંગલ ગામમાં પ્રીત નામનો ૧૫૦૦ ચોરસ ફીટનો બંગલો કોઈ પણ પ્રકારની પરવાનગી વિના બાંધી દેવામાં આવ્યો હોવાની જાણ થતાં ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની તોડકામ ટુકડીએ ખાલી કરાવીને તોડી પાડ્યો હતો. આ બંગલો બોગસ નકશો રજૂ કરીને બાંધવામાં આવ્યો હતો.