રહેવાસીઓની સ્વીકૃતિ વિના પણ જર્જરિત ઇમારતોને પાડી શકે છે બીએમસી

27 March, 2023 10:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક ઐતિહાસિક નિર્ણયમાં બૉમ્બે હાઈકૉર્ટે નિર્ણય સંભળાવ્યો છે કે નગર નિગમ દ્વારા ખતરનાક જાહેર કરવામાં આવેલી ઇમારતોનું પુનર્વિકાસ કરતી વખતે રહેવાસીઓને 100 ટકા સ્વીકૃતિની શરતની જરૂર નથી.

પ્રતીકાત્મક તસવીર

એક ઐતિહાસિક નિર્ણયમાં બૉમ્બે હાઈકૉર્ટે નિર્ણય સંભળાવ્યો છે કે નગર નિગમ દ્વારા ખતરનાક જાહેર કરવામાં આવેલી ઇમારતોનું પુનર્વિકાસ કરતી વખતે રહેવાસીઓને 100 ટકા સ્વીકૃતિની શરતની જરૂર નથી. વિશેષજ્ઞોનું માનવું છે કે આથી અનેક જોખમી ઈમારતોના પુનર્વિકાસનો માર્ગ મોકળો થશે. (BMC can now raze dilapidated buildings without residents approval judgement by HC) 

ઈમારતને જ્યારે જીર્ણ શીર્ણ જાહેર કરવામાં આવે છે તો બીએમસી તેને તોડવાનો નિર્ણય કરે છે. એવા ભવનોને તત્કાલ તોડવામાં આવી શકે છે તથા સંબંધિતો વિરુદ્ધ પુનર્વિકાસની કાર્યવાહી કરવામાં આવી શકે છે. પણ આ માટે બીએમસીએ 2018માં અલગથી ગાઈડલાઈન્સ લાગુ કરી છે. તે રેગ્યુલેશન પ્રમાણે એવી ઈમારતોના પુનર્વિકાસ માટે રહેવાસીઓની 100 ટકા મંજૂરી ફરજિયાત છે. (Mumbai Redevelopment News)

આથી, આ સ્થિતિને કારણે ગોરેગાંવના પર્વતીય ક્ષેત્રમાં એક ઔદ્યોગિક અને રહેવાસી કૉલોની મધુ એસ્ટેટનું રિડેવલપમેન્ટ અટકેલું હતું. બીએમસીએ શરૂઆતી પ્રમાણપત્ર અને અસ્વીકૃતિની સૂચના (IOD) જાહેર કરવાની ના પાડી દીધી હતી. આથી આ ઇમારતના માલિક તેમજ વિકાસકર્તાએ હાઈકૉર્ટમાં પડકાર આપ્યો હતો. જજ ગિરીશ કુલકર્ણી અને આરએમ લડ્ડાની બેન્ચે ગયા અઠવાડિયે આ નિર્ણય સંભળાવ્યો હતો. આથી અનેક ઈમારતોને લાભ થશે. 

મધુ એસ્ટેટમાં કુલ 39 રહેવાસીઓમાંથી 32 રહેવાસીઓએ સ્વીકૃતિ આપી. જો કે, સાત રહેવાસીઓએ સ્થાયી વૈકલ્પિક ભાડું લેવાના સોદાનો અસ્વીકાર કર્યો. બીએણસીએ આ સ્ટેન્ડ લેતા પરવાનગી આપવાની ના પાડી દીધી હતી કે સો ટકા એગ્રીમેન્ટ જમા કર્યા વગર બિલ્ડિંગને રિડેવલપમેન્ટ માટે જરૂરી પરવાનગી આપી શકાય નહીં.

આ પણ વાંચો : વિશ્વ રંગભૂમિ દિવસ: 75 સ્થળે 75 સંસ્થાઓ સાથે 75 સ્ટેજ થિયેટર પ્લેનું મંચન

વિકાસ નિયંત્રણ નિયમાવલી 2034 પ્રમાણે જુદી જુદી પુનર્વિકાસ યોજનાઓ માટે 51થી 70 ટકા નિકાસીની પરવાનગી છે. એવામાં કૉર્ટે એ સ્પષ્ટ કરતા આ પ્રૉજેક્ટને પરવાનગી આપવાનો આદેશ આપ્યો છે કે નગર પાલિકા 100 ટકા સ્વીકૃતિના ફરજિયાતપણાં પર જોર આપી શકે નહીં. કૉર્ટના આ નિર્ણયથી આ પ્રકારના અટકેલા અનેક પ્રૉજેક્ટ્સને ફાયદો થશે.

Mumbai mumbai news brihanmumbai municipal corporation whats on mumbai things to do in mumbai once upon a time in mumbai