OC વિનાનાં બિલ્ડિંગો માટે BMCની ઍમ્નેસ્ટી સ્કીમને લીલી ઝંડી

20 August, 2026 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટીમેશન ઑફ ડિસઅપ્રૂવલ અને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ ધરાવતાં બિલ્ડિંગ્સને લાભ મળશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈમાં ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) ન ધરાવતાં હજારો બિલ્ડિંગો અને અેમાં વસતા પરિવારો માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે મળેલી BMCની જનરલ બૉડી મીટિંગમાં પ્રશાસને એક ખાસ માફી યોજના (અૅમ્નેસ્ટી સ્કીમ) હેઠળ આવાં બિલ્ડિંગોને OC આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

BMCના આ નિર્ણયથી વર્ષોથી OCની રાહ જોઈ રહેલા નાગરિકોને મોટી રાહત મળશે. પ્રસ્તાવિત ગાઇડલાઇન્સ મુજબ આ યોજનાનો લાભ માત્ર એ જ બિલ્ડિંગ્સને મળશે જેમના નકશા અગાઉ મંજૂર થયેલા હોય તેમ જ જેમની પાસે માન્ય ઇન્ટીમેશન ઑફ ડિસઅપ્રૂવલ (IOD) અને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (CC) ઉપલબ્ધ હોય.

અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, આ યોજના ૨૦૧૬ની ૧૭ નવેમ્બર પહેલાં થયેલાં બાંધકામો માટે જ અમલી રહેશે. આમાં મંજૂર થયેલા નકશાથી થોડોક ફેરફાર થયો હોય અથવા વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોય એવા બિલ્ડિંગનો પણ સમાવેશ કરવામાં આવશે. 

property tax brihanmumbai municipal corporation maharashtra news maharashtra mumbai mumbai news