બીએમસીનું મિશન ક્વૉલિટી લાઇફ

05 February, 2023 07:42 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુંબઈની કાયાપલટ અને જીવનની ગુણવત્તા સુધારવા બજેટમાં ૨૭,૨૪૭.૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા બીએમસીએ

બીએમસીનું મિશન ક્વૉલિટી લાઇફ

મુંબઈ : મુંબઈગરાઓને બહેતર સુવિધા અને ક્વૉલિટી લાઇફ મળે એ માટે ૨૦૨૩-’૨૪ના ગઈ કાલે રજૂ કરાયેલા બીએમસીના બજેટમાં ૨૭,૨૪૭.૮૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુંબઈની ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ચાલી રહેલા કોસ્ટલ રોડ અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે ૩,૫૪૫ કરોડ ફાળવાયા છે. સત્તર વર્ષથી સતત અવગણના કરાઈ છે એ પાણીને પ્રોસેસ કરવા માટે સાત એસટીપી પ્લાન્ટ બાંધવા, નદીઓની કાયાપલટ કરવી, માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. 

mumbai news brihanmumbai municipal corporation mumbai