BMC: આ દિવસથી મુંબઈમાં ૧૦ ટકા પાણી કાપ, જાણો તમામ વિગતો

17 November, 2023 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ તાકીદનું સમારકામ મુંબઈ અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થાણે, ભિવંડી મહાનગર પાલિકામાં પણ પાણી પુરવઠાને અસર કરશે

નળની પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ (BMC)એ માહિતી આપી છે કે મુંબઈના તમામ વિભાગોમાં 12 દિવસ માટે 10 ટકા પાણી કાપ મૂકવામાં આવશે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ને પાણી પૂરું પાડતી પાઈમાં ન્યુમેટિક ગેટ સિસ્ટમમાં ઍર બ્લેડર બદલવાનું કામ કરવામાં આવશે, તેથી મુંબઈના તમામ વિભાગોમાં પાણી કાપ રહેશે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ (BMC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વૉટર સપ્લાય પાઇપમાં ન્યુમેટિક ગેટ સિસ્ટમમાં ઍર સિલિન્ડર બદલવાનું કામ સોમવાર 20 નવેમ્બર 2023થી શનિવાર 2 ડિસેમ્બર 2023 સુધી કરવામાં આવશે.

આ તાકીદનું સમારકામ મુંબઈ અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થાણે, ભિવંડી મહાનગર પાલિકામાં પણ પાણી પુરવઠાને અસર કરશે. તેથી સોમવાર 20 નવેમ્બર 2023થી શનિવાર 2 ડિસેમ્બર 2023 સુધી બૃહન્મુંબઈ મહાનગર પાલિકા દ્વારા થાણે અને ભિવંડી મહાનગર પાલિકાને પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકા થાણે અને ભિવંડી મહાનગર પાલિકાની હદમાં આવેલા વિસ્તારોમાં પાણી પૂરું પાડે છે.

બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ કહ્યું છે કે, મુંબઈ મેટ્રોપોલિટન રિજનના તમામ વિભાગોના નાગરિકોએ ઉપરોક્ત સમયગાળા દરમિયાન પાણી કાપના એક દિવસ પહેલાં પાણીનો જરૂરી સ્ટૉક રાખવો જોઈએ. તેમ જ બૃહન્મુંબઈ મહાનગર પાલિકા પ્રશાસને કાપ દરમિયાન પાણીનો સંયમિત ઉપયોગ કરીને સહકાર આપવા વિનંતી કરી છે.

brihanmumbai municipal corporation mumbai water levels mumbai mumbai news maharashtra