ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો! હવે પાર્ટીના આ પ્રભાવશાળીના પુત્ર પણ જશે શિંદે સાથે

13 March, 2023 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એકનાથ શિંદેના બળવા પછી શિવસેના (Shiv Sena)માં ફૂટ પડી હતી. તે પછી ઘણા લોકોએ એકનાથ શિંદે સાથે જવાનું નક્કી કર્યું

ફાઇલ તસવીર

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના નજીકના સહયોગી સુભાષ દેસાઈ (Subhash Desai)ના પુત્ર ભૂષણ દેસાઈ (Bhushan Desai) શિંદે જૂથમાં પ્રવેશ કરશે. ઉદ્ધવ ઠાકરે માટે આને મોટો ફટકો માનવામાં આવે છે. ભૂષણ દેસાઈ આજે શિંદે જૂથમાં જોડાશે તેવા અહેવાલ છે.

એકનાથ શિંદે (Eknath Shinde)ના બળવા પછી શિવસેના (Shiv Sena)માં ફૂટ પડી હતી. તે પછી ઘણા લોકોએ એકનાથ શિંદે સાથે જવાનું નક્કી કર્યું. 40 ધારાસભ્યો અને 13 સાંસદોએ એકનાથ શિંદે સાથે જવાનો નિર્ણય લીધો હતો, જે બાદ રાજ્યમાં સત્તા પરિવર્તન થયું હતું.

શિવસેનાએ હાલમાં કોર્ટમાં અપીલ કરી છે. ચૂંટણી પંચે એકનાથ શિંદેની શિવસેનાને પાર્ટીનું ધનુષ્યબાણનું નિશાન આપ્યું છે, જે બાદ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી બનાવવાની શરૂઆત કરી દીધી છે. તેમના અત્યંત નજીકના અને વિશ્વાસુ સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈ શિંદે જૂથમાં પ્રવેશ કરશે. ઉદ્ધવ ઠાકરે માટે આને મોટો ફટકો માનવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભૂષણ દેસાઈ આજે બાળાસાહેબ ભવનમાં મુખ્યપ્રધાન શિંદેની હાજરીમાં પાર્ટીમાં પ્રવેશ કરશે. ભૂષણ દેસાઈની સાથે અનેક કાર્યકરો પણ શિવસેનામાં જોડાય તેવી શક્યતા છે. અગાઉ પણ શિવસેનાના ઘણા વફાદાર નેતાઓ શિંદે જૂથમાં જોડાઈ ચૂક્યા છે. શિંદે જૂથનું સમર્થન દિવસેને દિવસે વધી રહ્યું છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે સામેના પડકારો વધુ મુશ્કેલ બની રહ્યા છે.

ગજાનન કીર્તિકર અને અમોલ કીર્તિકર પછી બીજી બાપ-દીકરાની જોડી શિંદે જૂથમાં જોડાશે? આ ચર્ચા જાગી છે. ભૂષણ દેસાઈ પછી સુભાષ દેસાઈ શિંદે જૂથમાં જોડાશે. આ અંગે ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Mumbaiનું CSMIA બન્યું બીજા નંબરનું વ્યસ્ત ઍરપૉર્ટ, 8 મિલિયનથી વધુએ કરી યાત્રા

ભૂષણ દેસાઈ પર ભાજપનો આક્ષેપ

ચાર મહિનાથી પણ ઓછા સમયમાં ભાજપે ભૂષણ દેસાઈ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પ્રસાદ લાડે ભૂષણ દેસાઈ પર છેડતીના ગંભીર આક્ષેપો કર્યા હતા. ભૂષણ દેસાઈ પર એજન્ટ હોવાનો આરોપ હતો.

mumbai mumbai news shiv sena eknath shinde uddhav thackeray