Maharashtra: ભગત સિંહ કોશ્યારીએ રાજ્યપાલના પદ પરથી આપ્યું રાજીનામું

23 January, 2023 06:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આ ઈચ્છા વ્યક્ત કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે તે પોતાનું આગામી જીવન ભણવામાં પસાર કરવા માગે છે.

ભગત સિંહ કોશ્યારી (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આ ઈચ્છા વ્યક્ત કરી દેવામાં આવી હતી. જો કે, હવે તેમણે રાજીનામું આપી દીધું છે અને આ પહેલા જ તેમણે કહ્યું હતું કે તે પોતાનું આગામી જીવન ભણવામાં પસાર કરવા માગે છે. તે દરેક પ્રકારની રાજનૈતિક જવાબદારીઓમાંથી મુક્તિ ઈચ્છે છે.

જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ભગત સિંહ કોશ્યારીએ કહ્યું કે આ ખૂબ જ સન્માનની વાત હતી કે મને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપવાની તક મળી. તે મહારાષ્ટ્રના જે સંતો, સામાજિક કાર્યકર્તાઓની ભૂમિ છે. છેલ્લા ત્રણ વર્ષોમાં મને મહારાષ્ટ્રની જનતાનો પ્રેમ મળ્યો છે, તે હું ક્યારેય નહીં ભૂલી શકું. કોશ્યારીએ આ વાતની પણ માહિતી આપી કે તે પોતાની ઈચ્છાઓ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી ચૂક્યા છે. જ્યારે પીએમ મોદી મુંબઈ પ્રવાસ પર આવ્યા હતા, તેમના તરફથી આ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે તે રાજનૈતિક જવાબદારીઓમાંથી મુક્ત થવા માગે છે.

વિવાદો સાથે જૂનો નાતો, અનેક વાર લાવ્યા રાજનૈતિક ભૂકંપ
હવે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આ રીતે રાજીનામું આપવાની વાતે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. મહારાષ્ટ્રની વર્તમાન રાજનીતિ જે રીતે ચાલી રહી છે, ભગતસિંહ કોશ્યારીનું વિવાદો સાથે જોડાણ વધુ મજબૂત થઈ રહ્યું છે. આ વિવાદો સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીમાં યોજાયેલા એક કાર્યક્રમથી શરૂ થયા હતા. તે કાર્યક્રમમાં કોશ્યારીએ મહાત્મા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના બાલવિવાહને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ છત્રપતિ શિવાજી મહારાજને લઈને વાંધાજનક ટિપ્પણી કરી દેવામાં આવી. આ સિવાય ગુજરાતી અને મરાઠી સમુદાયને લઈને પણ તેમણે વિચિત્ર વાતો કહી હતી.

આ બધા નિવેદનોને કારણે ઉદ્ઘવ ઠાકરે અને બીજી વિપક્ષી પાર્ચીઓ સતત રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનું રાજીનામું ઇચ્છતી હતી. બીજેપી તરફથી સ્પષ્ટતાથી કંઈ કહેવાયું નથી, પણ જમીની સ્તરે પડકારો વધી રહ્યા છે. હવે પડકારો વચ્ચે ભગત સિંહ કોશ્યારીએ પોતે જ રાજીનામું આપવાની વાત કહી દીધી છે. હવે સરકાર આના પર શું વલણ અપનાવે છે, શિંદે સરકાર શું પ્રતિક્રિયા આપે છે, તેના પર નજર રહેશે. આવા નિવેદનો સિવાય ભગત સિંહ કોશ્યારીના કેટલાક નિર્ણયોએ પણ રાજકારણમાં ભૂકંપ લાવવાનું કામ કર્યું હતું.

આ પણ વાંચો : Bal Thackeray Birthday: હિંદુ હૃદયસમ્રાટ વિશે જાણો પાંચ ખાસ વાતો તસવીરો સાથે

અનેક નિર્ણયો પર વિવાદ, નિવેદન પણ વિવાદિત
2019માં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને શપથ અપાવવાની વાત હોય કે પછી દર વતે મહા વિકાસ અઘાડીની સરકાર સાથે તેમની તકરાર. કોરોનાકાળમાં જ્યારે મંદિરોને ખોલવાનો મુદ્દો ઉછળ્યો ત્યારે રાજ્યપાલે પોતે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને એક નવો વિવાદ ઊભો કર્યો હતો. કહેવામાં આવ્યું કે શું ઉદ્ધવ સેક્યુલર બની ગયા છે? તેમના આ પ્રકારના નિવેદનોએ દર વખતે નવા વિવાદને જન્મ આપ્યો છે. હવે ભગત સિંહ કોશ્યારી શું ખરેખર રાજીનામું આપે છે કે નહીં, આ આગામી દિવસોમાં ખબર પડી જશે.

whats on mumbai Mumbai news Mumbai maharashtra bhagat singh