22 April, 2025 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુલેટ ટ્રેનનું બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં જમીનથી ૧૦૦ ફૂટ નીચે બની રહેલા સ્ટેશનનું ૭૫ ટકા ખોદકામનું કામ પૂરું
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં જમીનથી ૧૦૦ ફૂટ નીચે બની રહેલા સ્ટેશનનું ૭૫ ટકા ખોદકામનું કામ પૂરું થઈ ગયું હોવાનું ગઈ કાલે બુલેટ ટ્રેનનો એ પ્રોજેક્ટ બનાવી રહેલી ધ નૅશનલ હાઇસ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું. બુલેટ ટ્રેનના એ સ્ટેશન માટે ૧૮,૭૨,૨૬૩ ક્યુબિક મીટર ખોદકામ કરવું પડે એમ છે જેમાંથી ૧૪ લાખ ક્યુબિક મીટરનું ખોદકામ થઈ ગયું છે. બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૧૨ સ્ટેશન છે જેમાં એક માત્ર BKCનું સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ છે. બાકીનાં સ્ટેશનોમાં થાણે, વિરાર, બોઇસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે.