કાર ખુવાર, ડ્રાઇવર સલામત

10 September, 2025 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક મિનિટ બાદ ડ્રાઇવર કારમાં જ હતો ત્યારે બિલ્ડિંગના પાંચમા માળે લગાડેલી ગ્લાસના પૅનલની મેટલ ફ્રેમ તૂટીને રેન્જ રોવર પર જોશભેર પડી હતી

તસવીરો: બકુલેશ ત્રિવેદી

આપણામાં કહેવત છે કે અણીનો ચૂક્યો ૧૦૦ વર્ષ જીવે. આવી જ એક ઘટના ગઈ કાલે બાંદરા-ઈસ્ટમાં બની હતી. બાંદરામાં કલેક્ટર ઑફિસની પાછળ આવેલા હૉલમાર્ક બિઝનેસ પ્લાઝા પાસે સાંજે પાંચ વાગ્યે એક રેન્જ રોવર કાર આવીને પાર્કિંગ-પ્લેસમાં ઊભી રહી હતી. એક મિનિટ બાદ ડ્રાઇવર કારમાં જ હતો ત્યારે બિલ્ડિંગના પાંચમા માળે લગાડેલી ગ્લાસના પૅનલની મેટલ ફ્રેમ તૂટીને રેન્જ રોવર પર જોશભેર પડી હતી. જોકે એ ફ્રેમ ડ્રાઇવરની બાજુમાં આવેલી પૅસેન્જરની સીટ પર પડી હતી. ફ્રેમને કારણે રેન્જ રોવર જેવી હેવી ગાડીનું પતરું બૅન્ડ થઈ ગયું હતું અને કાચના ભુક્કા બોલી ગયા હતા. સદ્નસીબે એ સીટ પર કોઈ નહોતું. ડ્રાઇવર પણ તરત જ બહાર નીકળી ગયો હતો. જોકે લોકો વિચાર કરતા થઈ ગયા હતા કે એ મેટલની ફ્રેમ જો કોઈ માણસ પર પડી હોત તો તેના તરત રામ રમી ગયા હોત.

bandra road accident news mumbai mumbai news maharashtra maharashtra news