બાગેશ્વર બાબા મુંબઈ પોલીસ સાથે રમ્યા ક્રિકેટ અને બાબાની ટીમે મુંબઈ પોલીસને હરાવી દીધી

08 April, 2025 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બે ઓવરમાં ૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી એટલું જ નહીં, બૅટિંગમાં પણ બાબા બરાબરના ચમક્યા હતા.

બાગેશ્વર બાબા મુંબઈ પોલીસ સાથે રમ્યા ક્રિકેટ

બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મુંબઈમાં ૧૨ દિવસની યાત્રા માટે આવ્યા છે. અહીં તેમણે ક્રિકેટ પર હાથ સાફ કર્યો હતો. રવિવારે રાતે તેઓ કથા પૂરી કર્યા પછી પોતાની સુરક્ષામાં તહેનાત મહારાષ્ટ્ર પોલીસના જવાનો અને પોતાના સેવાદારો સાથે ક્રિકેટ રમ્યા હતા. ૬-૬ ઓવરની એ મૅચમાં એક ટીમમાં મુંબઈ પોલીસ અને મુંબઈના સેવાદારો હતા જ્યારે બીજી ટીમમાં બાબા બાગેશ્વર અને તેમના સેવાદારો હતા. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બે ઓવરમાં ૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી એટલું જ નહીં, બૅટિંગમાં પણ બાબા બરાબરના ચમક્યા હતા.

dhirendra shastri bageshwar baba mumbai police cricket news test cricket mumbai mumbai news news life masala