27 December, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોલીસે બૅગનો કબજો લીધો હતો અને બૅગ કેવી રીતે અહીં આવી એ વિશે ઇન્ક્વાયરી શરૂ કરી હતી.
ગુરુવારે ચર્ચગેટ રેલવે-સ્ટેશનની બહાર એક શંકાસ્પદ બૅગ મળી આવી હતી. તાત્કાલિક પોલીસ અલર્ટ થઈ ગઈ હતી અને એ પછી બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ પણ ત્યાં પહોંચી ગઈ હતી. કાળજીપૂર્વક બૅગની તપાસ કરવામાં આવી હતી. જોકે બૅગની અંદરથી કોઈ શંકાસ્પદ કે જોખમી સામગ્રી મળી આવી નહોતી. સાથે-સાથે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ પૂરી કર્યા પછી પોલીસે બૅગનો કબજો લીધો હતો અને બૅગ કેવી રીતે અહીં આવી એ વિશે ઇન્ક્વાયરી શરૂ કરી હતી.