07 April, 2024 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નરીમાન પૉઇન્ટ પર બાળાસાહેબ ભવનમાં એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશેલા બબનરાવ ઘોલપ (જમણે) અને સંજય પવાર. સતેજ શિંદે
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઉદ્ધવ ઠાકરેને ગઈ કાલે વધુ એક ઝટકો લાગ્યો હતો. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને નાશિક જિલ્લાના દેવલાલી વિધાનસભા ક્ષેત્રના પાંચ વખતના વિધાનસભ્ય બબનરાવ ઘોલપ અને શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંજય પવાર ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથમાં જોડાયા હતા. રાજ્યના કૅબિનેટ પ્રધાન દાદા ભુસે અને નીલમ ગોર્હેની હાજરીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ બન્ને નેતાને આવકાર્યા હતા. આ નેતાઓના સમાવેશથી શિંદેસેનાને નાશિકમાં ફાયદો થવાની શક્યતા છે.લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઉદ્ધવ ઠાકરેને ગઈ કાલે વધુ એક ઝટકો લાગ્યો હતો. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને નાશિક જિલ્લાના દેવલાલી વિધાનસભા ક્ષેત્રના પાંચ વખતના વિધાનસભ્ય બબનરાવ ઘોલપ અને શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંજય પવાર ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથમાં જોડાયા હતા. રાજ્યના કૅબિનેટ પ્રધાન દાદા ભુસે અને નીલમ ગોર્હેની હાજરીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ બન્ને નેતાને આવકાર્યા હતા. આ નેતાઓના સમાવેશથી શિંદેસેનાને નાશિકમાં ફાયદો થવાની શક્યતા છે.
એક-બે દિવસમાં સંજય નિરુપમ શિવસેનામાં જોડાશે
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરુપમ કૉન્ગ્રેસમાં રાજીનામું આપ્યા બાદ કયા પક્ષમાં જોડાશે એની અટકળો લગાવાઈ રહી છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના પ્રવક્તા સંજય શિરસાટે ગઈ કાલે કહ્યું હતું કે ‘સંજય નિરુપમ આજકાલમાં શિવસેનામાં જોડાશે. તેમની સાથે પક્ષમાં સામેલ થવા બાબતની ચર્ચા પૂરી થઈ છે.’