Mumbai: હવે બોરવેલ ખોદવા માટે સ્થાનિક પ્રશાસનની મંજૂરી ફરજિયાત

25 January, 2023 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં બોરવેલ ખોદતી વખતે પાણીની પાઈપલાઈન ફાટવાથી પ્રશાસને લીધો આ નિર્ણય.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (Mumbai) અને થાણેના (Thane) નાગરિકોને હવે બોરવેલ ખોદવા માટે નગર પાલિકા પાસેથી પરવાનગી લેવાની રહેશે. નહીંતર તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. થાણેમાં બોરવેલ ખોદતી વખતે પાણીની પાઈપ લાઈન ફાટી ગઈ. જેને જોતાં પ્રશાસને આ નિર્ણય લીધો છે.

નગરપાલિકા 6000 કિલોમીટર લાંબી પાઈપલાઈન નેટવર્કના માધ્યમે આખા શહેરમાં દિવસના 3,850 મિલિયન લીટર પાણીનો પૂરવઠો કરે છે. આ પાઈપલાઈન 80-100 વર્ષ જૂની અને નબળી છે. આથી, પાણીના પૂરવઠા માટે નગરપાલિકાના ભાંડુપ પરિસરથી શહેર અને ઉપનગરોમાં વિભિન્ન સેવા જળાશયો સુધી ભૂમિગત પાણીની પાઈપલાઈનનું એક નેટવર્ક બનાવવામાં આવ્યું હતું.

ભૂમિગત પાઈપલાઈનોનું થઈ રહ્યું છે નુકસાન
નગરપાલિકાના એક અધિકારીએ કહ્યું કે, "છેલ્લા કેટલાક વર્ષોમાં, યાદચ્છિક ખોદણીને કારણે ભૂમિગત સુરંગો અથવા પાઈપલાઈનોને નુકસાનની અનેક ઘટનાઓ સામે આવી છે. કારણકે આ પ્રક્રિયામાં લાખો લીટર પાણી બરબાદ થઈ જાય છે અને નાગરિકોને બિનજરૂરી અસુવિધા થાય છે, આથી નુકસાનના સમારકામ માટે પણ સમય લાગે છે."

હાલ આ ઘટના બાદ ભાંડુપ કૉમ્પ્લેક્સને ટનલમાં પાણીનો પૂરવઠો અટકાવવો પડ્યો હતો. સમારકામ થકી મુલુંડ પશ્ચિમમાં જળપૂરવઠો પ્રભાવિત થયો.

આ પણ વાંચો : મુંબઈ ઍરપોર્ટ પર ૯૦,૦૦૦ ડૉલર અને ગોલ્ડ પેસ્ટ સાથે બે વિદેશી નાગરિકની ધરપકડ

અધિકારીએ પ્રમાણે, પરવાનગી આપતા પહેલા નગરપાલિકા તપાસ કરશે કે કોઈ ભૂમિગત સુરંગ અથવા પાઈપલાઈન છે કે નહીં. અધિકારીએ કહ્યું, "જો પરવાનગી વગર કામ કરવામાં આવે છે તો ભૂમિગત પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, તો જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાયદાકીય પગલા લેવામાં આવશે."

Mumbai brihanmumbai municipal corporation mumbai news maharashtra thane bhandup