midday

કરોડપતિ પતિની આવક જોઈને કોર્ટે પત્નીનું વળતર પાંચ લાખમાંથી એક કરોડ રૂપિયા કરી આપ્યું

08 June, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરેલુ હિંસાના કેસમાં ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ હેઠળ ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં મૅજિસ્ટ્રેટે પીડિત મહિલાને વળતરરૂપે પાંચ લાખ રૂપિયા મળવાપાત્ર હોવાનો ચુકાદો આપ્યો હતો
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઘરેલુ હિંસાના કેસમાં ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ હેઠળ ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં મૅજિસ્ટ્રેટે પીડિત મહિલાને વળતરરૂપે પાંચ લાખ રૂપિયા મળવાપાત્ર હોવાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ મહિલાએ તેને ૨૦ વર્ષ સુધી થયેલા ત્રાસ અને અપમાનને બદલે મળતા વળતરને મામૂલી ગણાવીને આ ચુકાદાને પડકાર્યો હતો. દિંડોશી કોર્ટના ઍડિશનલ જજ એસ. જે. અન્સારીએ પતિની મિલકત તપાસતાં જણાયું હતું કે તે એલિવેટરની કંપનીનો માલિક છે. કોર્ટે આ વાતને ધ્યાનમાં લઈને પતિ પૈસામાં આળોટતો હોય અને તેનો પરિવાર કરોડપતિ હોય તો પત્નીને પણ યોગ્ય વળતર મળવું જોઈએ એવું ટાંકીને પીડિત મહિલાનું વન-ટાઇમ વળતર એક કરોડ રૂપિયા કરી નાખ્યું તેમ જ મહિલા અને તેની દીકરીને મળતું માસિક ભથ્થું પણ એક લાખથી વધારીને ૧.૫ લાખ રૂપિયા કરી નાખ્યું હતું.

Whatsapp-channel
dindoshi andheri mumbai mumbai news