અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગનો લૂક આવ્યો સામે, જુઓ વીડિયો

02 June, 2024 09:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાંથી કેટલીક ઝલક સામે આવી છે, જેમાં અંબાણી પરિવારની ભાવિ વહુએ ફરી એકવાર પોતાના લુકથી બધાના દિલ જીતી લીધા છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર

Anant Ambani Radhika Merchant 2nd Pre-Wedding: મહિનામાં ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું, જેની ખૂબ ચર્ચા થઈ હતી. આ ભવ્ય ઉજવણી પછી અંબાણી પરિવારે ઇટાલીમાં કપલ માટે બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું, જે હવે સમાપ્ત થઈ ગયું છે. 29 મેના રોજ શરૂ થયેલી આ પાર્ટી 1 જૂને પૂરી થઈ હતી. એટલે કે ગઈકાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો છેલ્લો દિવસ હતો, પરંતુ હજુ સુધી ઉજવણીના 4 દિવસ પછી પણ આપણે વર-કન્યાની ઝલક જોઈ શક્યા નથી. જોકે, હવે તાજેતરમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની તેમના પ્રી-વેડિંગની એક ઝલક સામે આવી છે, જેમાં તમે રાધિકા મર્ચન્ટ પરથી નજર હટાવી શકશો નહીં.

અનંત-રાધિકાની ઝલક જોવા મળી

હા, તાજેતરમાં જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાંથી કેટલીક ઝલક સામે આવી છે, જેમાં અંબાણી પરિવારની ભાવિ વહુએ ફરી એકવાર પોતાના લુકથી બધાના દિલ જીતી લીધા છે. જે તસવીર સામે આવી છે તેમાં રાધિકા મર્ચન્ટ અને અનંત એકસાથે જોવા મળે છે. આ દરમિયાન રાધિકા ગુલાબી ડ્રેસમાં એકદમ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે. આ સાથે તેના હાથમાં ડ્રેસ સાથે મેચિંગ થતી ક્યૂટ હેન્ડ બેગ પણ છે.

તસવીરમાં રાધિકા હસતી અને તેના પ્રી-વેડિંગ ફંક્શન માણતા જોવા મળે છે. તો બાજુમાં અનંત અંબાણી તેને પ્રેમથી જોતો જોવા મળે છે. આ દરમિયાન અનંત બ્લુ શર્ટમાં એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો છે. આ સિવાય કપલના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં બંને તેમના ફંક્શનને માણતા કરતાં અને તાળીઓ પાડતા જોવા મળે છે. બીજા પ્રી-વેડિંગના કપલની આ પહેલી ઝલક છે અને ચાહકો તેને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

આ દિવસે અનંત-રાધિકા લગ્નના બંધનમાં બંધાશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ પાર્ટી પ્રોગ્રામની વચ્ચે બંનેના લગ્નની તારીખો પણ સામે આવી છે. બંને 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે.

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં લક્ઝરી ક્રૂઝ પર થયેલી ‘ટોગા પાર્ટી’ શું છે?

જામનગરમાં દેશ-વિદેશની હસ્તીઓની હાજરીમાં ગ્રૅન્ડ પ્રી-વેડિંગ સેલિબ્રેશન થયા બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે અંબાણી પરિવાર બીજી પ્રી-વેડિંગ પાર્ટી હોસ્ટ કરી રહ્યો છે. આ પાર્ટી ૨૯ મેએ ફ્રાન્સથી ઇટલી જનારા લક્ઝરી ક્રૂઝમાં શરૂ થઈ હતી, જેમાં પહેલા દિવસની થીમ ‘સ્ટારી નાઇટ’ હતી જેમાં મહેમાનો માટે વેસ્ટર્ન ફૉર્મલ ડ્રેસ-કોડ હતો. બીજા દિવસે મહેમાનો રોમ પહોંચ્યા હતા જ્યાં ‘લ ડૉલ્સ ફાર નિએન્તે’ થીમ પાર્ટી માટે ટૂરિસ્ટ ચિક ડ્રેસ-કોડ હતો. બીજો દિવસ ‘ટોગા પાર્ટી’ સાથે પૂરો થયો હતો. આ ટોગા પાર્ટી ગ્રીકો-રોમન સંસ્કૃતિની થીમવાળી ઇવેન્ટ છે, જેમાં લોકો પ્રાચીન રોમન ગાર્મેન્ટ્સ પહેરે છે. આ આઉટફિટ ઘણી વાર બેડશીટ્સમાંથી બનાવવામાં આવે છે અને એની નીચે સૅન્ડલ પહેરવામાં આવે છે. ટોગા પાર્ટીમાં માહોલથી લઈને કૉસ્ચ્યુમ સુધી બધું જ રોમન અને ગ્રીક કલ્ચરથી પ્રેરિત હોય છે. ટોગા ગૅધરિંગમાં ક્યારેક કેગ પાર્ટી પણ થાય છે જેમાં મોટા કેગમાંથી લોકો આલ્કોહૉલ પીએ છે. ટોગા થીમ ૧૯૭૮માં ‘ઍનિમલ હાઉસ’ ફિલ્મને કારણે લોકપ્રિય બની હતી, જેમાં ડેલ્ટા હાઉસનો મેમ્બર ટોગા પાર્ટીનું આયોજન કરે છે.

Anant Ambani radhika merchant Anant Ambani Radhika Merchant Wedding mukesh ambani nita ambani viral videos mumbai mumbai news