દુબઈમાં આટલી મોંઘીદાટ કારમાં બેસીને શૉપિંગ કરવા જતા જોવા મળ્યા અનંત અંબાણી

08 April, 2024 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈન્સ્ટાગ્રામ પર એક યૂઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં અનંત અંબાણી 10 કરોડ રૂપિયાની ગાડીમાં બેસીને દુબઈમાં શૉપિંગ કરવા પહોંચ્યા છે. કડક સુરક્ષા વચ્ચે ઓરેન્જ રૉલ્સ-રૉયસ કલિનન બ્લેક બેઝ (Rolls Royce Cullinan Black Badge)માં બેસીને દુબઈ મૉલમાં આવે છે.

અનંત અંબાણી (ઈન્સ્ટાગ્રામ સ્ક્રીનગ્રૅબ)

ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક યૂઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં અનંત અંબાણી 10 કરોડ રૂપિયાની ગાડીમાં બેસીને દુબઈમાં શૉપિંગ કરવા પહોંચ્યા છે. કડક સુરક્ષા વચ્ચે ઓરેન્જ રૉલ્સ-રૉયસ કલિનન બ્લેક બેઝ (Rolls Royce Cullinan Black Badge)માં બેસીને દુબઈ મૉલમાં આવે છે. તેમની સુરક્ષામાં 20 ગાડીઓનો એક કાફલો છે. હુરૂન ઈન્ડિયા લગ્ઝરી કન્ઝ્યૂમર સર્વે 2023 પ્રમાણે લગ્ઝરી એસયૂવીમાં રૉલ્સ-રૉયસ કલિનન ભારતીયોની પહેલી પસંદ છે. કંપનીએ પોતાની Cullinan Black Badge કાર 2020માં ભારતમાં લૉન્ચ કરી હતી. ભારતમાં આની કિંમત લગભગ 8.2 કરોડ રૂપિયા છે. ટેક્સ લગાડીને આની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા જેટલી થાય છે. બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા પાસે પણ આ ગાડી છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થવાના છે. ગયા મહિને જામનગરમાં તેમની પ્રી-વેડિંગ સેરેમની થઈ હતી. જેમાં વિશ્વભરમાંથી અનેક જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. તેમાં વૈશ્વિક પોપ આઇકોન રીહાન્ના, મેટા પ્લેટફોર્મના બોસ માર્ક ઝુકરબર્ગ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનો સમાવેશ થાય છે. આ ઘટનાનો એક વીડિયો ઘણો વાયરલ થયો હતો. જેમાં માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની અનંત અંબાણીને તેમની ઘડિયાળ વિશે પૂછી રહ્યા હતા. આ ઈવેન્ટમાં અંબાણીએ રિચર્ડ મિલે બ્રાન્ડની ઘડિયાળ પહેરી હતી. આ ઘડિયાળો વિશ્વભરમાં લક્ઝરીના પ્રતીક તરીકે ઉભરી આવી છે. આ બ્રાન્ડની માત્ર 5,300 ઘડિયાળો એક વર્ષમાં બને છે જેની સરેરાશ કિંમત $250,000 છે.

આ કાર કોની પાસે છે?
લક્ઝરી SUVમાં રોલ્સ-રોયસ ક્યુલિનન ભારતીયોની પહેલી પસંદ હોઈ શકે છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશમાં માત્ર ત્રણ લોકો પાસે જ Rolls Royce Cullinan બ્લેક બેજ કાર છે. જેમાં મુકેશ અંબાણી, અભિનેતા શાહરૂખ ખાન અને હૈદરાબાદના બિઝનેસમેન નસીર ખાનનો સમાવેશ થાય છે. આ સિવાય મુકેશ અંબાણી પાસે બેન્ટલી, લેન્ડ રોવર રેન્જ રોવર, કેડિલેક, ટેસ્લા, પોર્શે, ફેરારી, મર્સિડીઝ, BMW, Audi, Lexus, Volvo, Toyota સહિત અન્ય ઘણી કંપનીઓની લક્ઝરી કાર છે. અંબાણી પરિવાર પાસે તેની સુરક્ષા હેઠળ ટોયોટા ફોર્ચ્યુનર, મર્સિડીઝ-બેન્ઝ જી-ક્લાસ, લેન્ડ રોવર ડિસ્કવરી, મર્સિડીઝ-બેન્ઝ વી-ક્લાસ અને એમજી ગ્લોસ્ટર તેમજ ટોયોટા ઈનોવા હાઈક્રોસ જેવા વાહનો છે.

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સમારોહના સમાપનમાં મહાઆરતી થઈ હતી જેમાં નીતા અંબાણીએ ક્લાસિકલ ડાન્સર્સ સાથે અંબામાની ‘વિશ્વંભરી સ્તુતિ’ પર શાસ્ત્રીય નૃત્ય પર્ફોર્મ કર્યું હતું. શ્રદ્ધા અને સમર્પણભાવ સાથે શક્તિના સ્વરૂપની સ્તુતિ દરમ્યાન અદ્ભુત માહોલ સર્જાયો હતો. આ પ્રસ્તુતિની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી હતી અને ક્લાસિક એમ્બ્રૉઇડરીવાળી હૅન્ડલૂમની ટેમ્પલ સાડી અને જ્વેલરીનું સ્ટાઇલિંગ મનીષ મલ્હોત્રાએ કર્યું હતું. નીતા અંબાણીએ અનંત અને રાધિકા માટે મા અંબાના આશીર્વાદ લેવા આ સ્તુતિ પર પર્ફોર્મ કર્યું હતું. તેમણે આ પર્ફોર્મન્સ પોતાની પૌત્રી અને દોહિત્રીને સમર્પિત કર્યો હતો. જામનગરમાં ત્રણ દિવસના જલસામાં ઇન્ટરનૅશનલ ગાયિકા રિહાના સહિત બૉલીવુડના ઘણા દિગ્ગજોએ નૃત્ય-ગીત પ્રસ્તુત કર્યાં હતાં, પણ નીતા અંબાણીની પ્રસ્તુતિ સૌથી ચડિયાતી હતી.

Anant Ambani dubai mukesh ambani social media viral videos nita ambani mumbai news instagram mumbai