09 December, 2024 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનંત-રાધિકા અંબાણી
ધ ન્યુ યૉર્ક ટાઇમ્સે ‘ધ 63 મોસ્ટ સ્ટાઇલિશ પીપલ ઑફ 2024’ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને પણ સ્થાન મળ્યું છે. આ યાદીમાં તેમની સાથે કેટલાય ટોચના ગાયકો અને કલાકારો છે. અનંત-રાધિકાનાં લગ્ન કોઈ ઉત્સવથી ઓછાં નહોતાં, એ આખું જગત જાણે છે. ઐતિહાસિક પ્રી-વેડિંગ સેરેમની અને વેડિંગ સેરેમનીને કારણે આ યુગલની ચર્ચા લોકજીભે હજી પણ થઈ રહી છે. મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ૩ દિવસ સુધી લગ્નનો ભવ્યાતિભવ્ય ઉત્સવ ઊજવાયો હતો.